શનિવારે સવારે નવ વાગ્યે આત્મીય કોલેજમાં આયોજન
ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થવાની સાથે એન્જિનીયરીંગ, ફાર્મસી, મેનેજમેન્ટ, કોમ્પ્યુટરજેવા વ્યવસાયિક અભ્યાસક્રમોમાં એડમિશન માટે પ્રવેશ પ્રક્રિયા શરૂથઇ ચુકી છે ત્યારે વિદ્યાર્થીઓને કારકિર્દી તેમજ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ‘આત્મીય યુનિવર્સિટી’ના ઉપક્રમે નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આત્મીય યુનિ. સેન્ટ્રલ ઓડીટોરિયમમાં તા. ૧૨મીએ શનિવારે સવારે નવવાગ્યે યોજાનારા આ સેમિનારમાં જે તે ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
કારકિર્દીલક્ષી માર્ગદર્શન માટે યોજાયેલા આ સેમિનારમાં વિદ્યાર્થીઓને કારકિર્દીના આધુનિક પ્રવાહોની જાણકારી મળશે. સાથોસાથ કારકિર્દીની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે વિસ્તૃત માહિતી મળશે. ગુજરાતની કોલેજીસમાં પ્રોફેશનલ કોર્સીઝમાં ઓનલાઈન પ્રવેશપ્રક્રિયા દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થીએ કોર્સ, વિષય, કોલેજ વગેરેની પસંદગી દર્શાવવાની હોય છે.
પુરતી જાણકારી અને પ્રવેશપ્રક્રિયાની સમજના અભાવે વિદ્યાર્થીઓ ખોટી પસંદગી દર્શાવી દેતા હોય છે. તેને પરિણામે વિદ્યાર્થીને ઈચ્છિત કોર્સ કે કોલેજમાં પ્રવેશ મળી શકતો નથી. આથી સારા મેરીટ ધરાવતા વિદ્યાર્થીને ઈચ્છિત કોર્સ-કોલેજમાં એડમિશન ન મળે અને ઓછા મેરીટવાળા વિદ્યાર્થીને સારા કોર્સ-કોલેજમાં એડમિશન મળી જાય તેવુ પણ બને છે.
આ ઉપરાંત કેટલીક શિક્ષણ સંસ્થાઓ દ્વારા લલચામણી જાહેરાતો કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોરીને પ્રવેશ અપાવવાના પ્રયત્નો થાય છે. તે સંજોગોમાં જે તે સંસ્થાની સત્યતાની ચકાસણી તેમજ પ્રવેશ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પણ આ સેમિનારમાં આવરી લેવામાં આવશે.
ઓનલાઈન પ્રવેશપ્રક્રિયા અંગેવિદ્યાર્થીઓને સાચી સમજ અને જાણકારી મળી રહે તે હેતુથી ‘આત્મીય યુનિવર્સિટી’-રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં આ પ્રકારના સેમિનારનું આયોજન થઇ રહ્યું છે.આ સેમિનારમાં કારકિર્દી અંગે વિદ્યાર્થીઓ-વાલીઓના પ્રશ્નો અંગે ઉચિત માર્ગદર્શન પ્રાપ્ત થવાનું હોઈ વિધાર્થીઓ અને વાલીઓને તા.૧૨મીએ શનિવારે સવારે નવવાગ્યે આત્મીય પરિસર સ્થિત ઓડીટોરિયમમાં યોજાનારા આ સેમિનારનો અવશ્ય લાભ લેવા ‘આત્મીય યુનિવર્સિટી’ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com