નલીન ઝવેરી, નોકરીદાતા,: ૬૦ કંપનીઓની ઉ૫સ્થિતિ: ૧૭૦૦ યુવાનોએ લીધો લાભ
આત્મીય યુનિવસિટી અને સૌરાષ્ટ-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઉ૫ક્રમે રાજકોટ મનપાના સહયોગથી રાજકોટમાં મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોબફેરમાં સાંઇઠ જેટલી નોકરીદાતા કંપનીઓ ઉ૫સ્થિત રહી હતી. આ મેગા જોબ ફેરનો એક હજાર સાતસો જેટલા સ્કીલ્ડ, અનસ્કીલ્ડ, ટ્રેઇન્ડ, અનટ્રેઇન્ડ, સ્નાતક, અનુસ્નાતક એમ દરેક પ્રકારના બેરોજગાર યુવાનોએ લાભ લીધો હતો.
જોબ બે ફેરનું ઉદધાટન કરતા મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીએ આયોજનને બિરાદાવતાં કહ્યું હતું કે આત્મીય યુનિ. જેવી શૈક્ષણિક અને સૌરાષ્ટ-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ જેવી સ્વયંસેવી સંસ્થાઓ આ પ્રકારના આયોજનથી સમાજની વિશિષ્ટ સેવા કરી રહી છે વધુમાં જણાવ્યું હતું કે, રોજગારી મેળવનારા યુવાનો-યુવતિઓ પગભર થઇને આત્મ સન્માનપૂર્વક જીવવાની સાથો સાથ તેમના પરિવારો માટે ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરશે.
સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નલીન ઝવેરીએ પ્રાસંગીક ઉદબોધનમાં કહ્યું હતું કે કેન્દ્ર રાજય સરકારની રોજગારલક્ષી નીતિ તેમજ શૈક્ષણિક સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા સામાજીક જવાબદારીના ભાગરુપે થ રહેલું આ આયોજન રાજકોટ તથા આસપાસના વિસ્તારોમાં વસતા યુવાનોને રોજગાર પ્રાપ્ત કરવાની ઉત્તમ તક બની રહેશે.
આ મેગા જોબ ફેરમાં સાંઇઠ કંપનીઓએ ભાગ લીધો હતો. દરેક કંપનીએ પોતાની માનવશકિતની જરુરીયાત અંગે પોતાના સ્ટોલ પર જાણકારી આપી હતી તે પ્રમાણે દરેક ઉમેદવારોએ પોતાના યોગ્યતા અનુસારની કંપની માટે પોતાના જીવનવૃત્ત આપ્યા હતા. જોબફેરનો કુશળ, અકુશળ, તાલીમ પામેલા, તાલીમ નહીં પામેલા, આઇ.ટી.આઇ. ડીપ્લોમાં ડ્રીગી એન્જીનીયરીંગ કે અન્ય વિઘાશાખાઓના સ્નાતક-અનુસ્તાનક અભ્યાસ કરેલા એમ તમામ પ્રકારના એક હજાર સાતસો જેટલા રોજગાર વાંચ્છુક યુવાનો-યુવતિઓએ લાભ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મનપાના હિતેશ દોશી અનુ કૃષ્ણસિંહ ના સક્રિય સહયોગ સાથે એકકેસીસીસીઆઇ ના નલીન ઝવેરી, સંજય લાઠીયા, વિનુભાઇ વેકરીયા, લક્ષ્મણભાઇ સાકરીયા, કમલેશ આંબલીયા, સંજય કનેરીયા, આત્મીય યુનિ. ના પ્રો. જી.ડી. આચાયના માર્ગદર્શન અંકિત કાલરીયા, તોશલ ભાલોડીયા, કબીલ પંડયા, જયદીપ તલ્હાની સહીતના ઓએુ જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com