કાર્યક્રમની વિગતો જાહેર કરતા મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં તા.૨ ઓગસ્ટના રોજ સવારે ૭.૩૦ કલાકે રાજકોટના આજી ડેમ ખાતે કિશાન ગૌશાળાની બાજુમાં આશરે ૪૭ એકર જેટલી વિશાળ જમીનમાં ઘનિષ્ઠ વ્રુક્ષારોપણ સાથે “અર્બન ફોરેસ્ટ” પ્રોજેક્ટનો પ્રારંભ થશે. આ કાર્યક્રમમાં સામેલ વિવિધ પ્રોજેક્ટ અને યોજનાઓ તેમજ અન્ય મહત્વપૂર્ણ બાબતો અંગે માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, “અર્બન ફોરેસ્ટ” પ્રોજેક્ટ હાથ ધરનાર રાજકોટ રાજ્યનું સર્વપ્રથમ શહેર બનશે. વૃક્ષો અને તેની આજુબાજુ ની ઈકોસીસ્ટમ જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુ વિગેરે નું સંરક્ષણ પણ એટલું જ જરૂરી હોય આ હેતુ માટે રચવામાં આવેલ એક “બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી”નું ઉદ્ઘાટન થશે. આ ઉપરાંત ક્લાયમેટ રેઝીલીયંસ સિટી એક્શન પ્લાન” પુસ્તિકાનું વિમોચન માન. મુખ્યમંત્રીના વરદ હસ્તે થશે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી એરિયા માટેના “પ્રિ સર્ટિફિકેશન ઓફ ગ્રીન સ્માર્ટ સિટી”ની અર્પણ વિધિ કરવામાં આવનાર છે.
શહેરમાં કુલ ૨ લાખ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો લક્ષ્ય છે તેમાં શહેરના તમામ લોકો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારોના સહકારી ૧.૭૭ લાખ વ્રુક્ષો વવાઈ ચુક્યા છે અને આગામી તા.૨ ઓગસ્ટે ૨ લાખ વ્રુક્ષોનો લક્ષ્યાંક પરિપૂર્ણ થશે. આ અવસરે સૌ ગ્રીન પ્લેજ ર્આત શહેરમાં હરિયાળી સર્જવાના સંકલ્પ પણ લેશે. ૪૭ એકરમાં કુલ ૧૮ બ્લોક રચવામાં આવશે અને વિવિધ સંસઓને તે ફાળવી તેમાં ઘનિષ્ઠ વ્રુક્ષારોપણ થશે.આ અર્બન ફોરેસ્ટનું નામકરણ પણ કરવામાં આવનાર છે. દરમ્યાન આ જ દિવસે સવારે ૯.૪૫ કલાકે અર્બન ફોરેસ્ટના કાર્યક્રમ બાદ તુર્ત જ ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાનમાં સેવા સેતુ કાર્યક્રમનું પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવનાર છે. જોગાનુજોગ તા.૨ઓગસ્ટે મુખ્યમંત્રીનો જન્મદિન પણ છે અને રાજકોટને અનેક પ્રોજેક્ટસની ભેટ આપનાર આપણા રાજકોટના પનોતાપુત્ર વિજયભાઈ રૂપાણીને રાજકોટવાસીઓ પણ “અર્બન ફોરેસ્ટ”ના નિર્માણના સંકલ્પ અને તેને પરિપૂર્ણ કરવાના સક્રિય આયોજન કી જન્મદિનની ગિફ્ટ અર્પણ કરશે. આવું આયોજન કરનાર રાજકોટ કદાચ દેશનું પ્રથમ શહેર બનશે.
ક્લાઈમેટ ન્યાય એટલે કે એન્વાયરમેન્ટ તથા ઈકોલોજીનું જતન કરવા પ્રત્યે આપણી સંવેદનશીલતા પણ એટલીજ આવશ્યક છે તેમ જણાવી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને મ્યુનિ. કમિશનરએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવર્તનશીલ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત હરિયાળું થતા પ્રદુષણ મુક્ત રાજ્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે, પછી તે રાજ્ય ની સોલાર પોલિસી અને સબસીડી દ્વારા સોલાર એનર્જી નો વધુ માં વધુ ઉપયોગ હોય કે પછી સુજલામ સુફલામ યોજના દ્વારા પાણીનો સંગ્રહ કરવો, એમિશન ટ્રેડિંગ સ્કીમ દ્વારા હવા પ્રદુષણમાં ઘટાડો હોય કે પછી ૧૦ કરોડ વૃક્ષો વાવીને રાજ્ય ની હરિયાળી માં વધારો હોય, દરેક માં રાજ્ય સતત પ્રગતિશીલ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નેશનલ હાઇ -વે ૮-ઇ ને લાગુ આજી નદીના પશ્વિમકાંઠે, , કિશાન ગૌ-શાળા સામે આવેલ ગ્રિન બેલ્ટ હેતુની અંદાજ ૪૭ એકર પૈકીની ખુલ્લી જમીનમાં કુદરતી ભાગોને વિચલિત કર્યા વિના સનિકેની ભૌગોલિક સ્તિી તેમજ પિયત વિગેરેની અનુકુલનતા ધરાવતા અંદાજ જુદી જુદી ૧૮ી ૨૨ જાતના અંદાજ ૨૨૯૯૫ ની સંખ્યામાં સનિકે વિકાસ પામતા અને ઓછા નિભાવ ખર્ચ વાળા બહુવર્ષાયુ પ્લાન્ટ્સ તેમજ એક આર્યુવૈદિક ઉધ્યાન બનવવામાં આવી રહ્યો છે. સ્થળ અને જળના સંગમ અને હરવા ફરવાના સ્થળ અને રાજકોટ ની જીવાદોરી સમાન આજી ડેમ વિસ્તાર પ્રાક્રુતિક ખોળે માં આવતા યાયાવર પક્ષીઓને રેસ્ટીંગ-બ્રિડીગ સ્થળ અને ફુડ મળી રહે તે પ્રકારના વૃક્ષોનુ વાવેતર કરવામાં આવશે. આ વિસ્તારની ટોપોગ્રાફી ધ્યાને રાખી આ જગ્યામાં આંતરિક રસ્તાઓ વિગેરે બનાવી નજીકના ભવિષ્યમાં આતરિક ભાગોમા હરવા ફરવા માટેનું માધ્યમ બની રહેશે તેમજ આ જ્ગયામાં જગ્યાઓને અનુરૂપ નાના મોટા ૭ સ્ળોને જળ સંચયની કામગીરીઓમાં અમલવારી કરાયેલ છે. તેમજ આ વિસ્તારમાં હરવા ફરવા આવનારા સહેલાણી માટે બેઠક વ્યવસના રૂપમા ગજીબો તેમજ વિહંગાવલોકન માટે બે વોચ ટાવર બનવા જઇ રહ્યા છે.