સ્માર્ટ ફોન માત્ર સૌરાષ્ટ્રમાં આવેલા પુજારા ટેલિકોમનાં ૪૦ આઉટલેટસમાં જ ઉપલબ્ધ
ઈન્ટેકસ દ્વારા પુજારા ટેલીકોમ સાથે ભાગીદારી કરી લાયન્સ સિરિઝનું લેટેસ્ટ મોડેલ એકવા લાયન્સ ઈ-૩ આજે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટફોન માત્ર સૌરાષ્ટ્રમાં આવેલા પુજારાના ૩૩ આઉટલેટસ પરથી જ મળી શકશે. સ્માર્ટફોન અંગે વિગત આપવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં પુજારાના ડીરેકટર મીતુલ કાછેલા, સીઈઓ વિશાલ ખાસગીવાલા તેમજ ઈન્ટેક્ષનાં જનરલ મેનેજર શાઝી મલીકે વિગતો આપી હતી.
ટિયર ૨ અને ટિયર ૩ બજારો માટે ડિઝાઈન કરાયેલ સ્ટાયલિશ અને ફીચર્સથી સમૃદ્ધ આ ૪જી-વોલ્ટી સ્માર્ટફોન ૨ જીમી રેમ અને ૮ એમપી કેમેરા સાથે અને તે આરજિયો પાસેથી રૂ.૨,૨૦૦ના કેશબેકની સાથે રૂ.૫,૪૯૯ની અત્યંત પોષાય તેવી કિંમતે ઉપલબ્ધ છે. રૂ.૨,૨૦૦નો કેશબેક જિયોના પ્રવર્તમાન અને નવા બંને ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે અને ખરીદનારે તો ફકત રૂ.૧૯૮ અથવા રૂ.૨૯૮ના પ્લાન સાથે રિચાર્જ કરાવાની જરૂર રહેશે. જે પછી કેશબેક વાઉચર્સને ત્યારપછીના રિચાર્જિસે જિયો દ્વારા કોઈ પણ રિચાર્જ પેક સાથે વટાવી શકાય છે. ટેલિકોમ ઓપરેટર લાયક ઠરનારા ઈન્ટેકસ ડિવાઈસ વપરાશકારોને રૂ.૫૦નું એક એવા ૪૪ કેશબેક વાઉચર્સ આપશે જે માય જિયો એપમાં જમા થશે જેને પછીથી રિડિમ કરી શકાશે.
૨૩ વર્ષ જુના મોબાઈલ ઓપરેટર, પુજારા ટેલિકોમ એ સૌરાષ્ટ્ર પ્રદેશમાં પોતાના ૪૮+ સ્ટોર્સ દ્વારા ૩૦ લાખ + ગ્રાહકોને સેવા પુરી પાડે છે. એકવા લાયન્સ ઈ-૩ આ તમામ સ્ટોર્સ ખાતે એકસકલુઝિવપણે ઉપલબ્ધ થશે. આનાથી ઈન્ટેકસને ખાસ આ પ્રદેશ માટે સ્માર્ટફોન લોંચ કરીને તેના ચાવીરૂપ બજારોમાં પોતાની ઉપસ્થિતિને સુદ્રઢ કરવામાં મદદ મળશે. આ ૪-જી વોલ્ટી ડિવાઈસ ૫-ઈંચના આઈપીએસ એચડી ડિસ્પ્લે અને ૧૨૮૦રૂ૭૨૦ સાથે આવે છે. ૮એમપીના રિયર અને ૫ એમપીના ફ્રન્ટ કેમેરાથી સજજ આ ફોનમાં ૨જીબી રેમ + ૧૬ જીબી રોમ, ૧.૩ ગીગાહર્ટ્ઝ કવાડ કોર જેવા ફીચર્સ છે જે તેને હાઈ-એન્ડ ગેમ્સ રમતી વેળાએ અવિરત ઝડપની સાથે મલ્ટિપલ એપ્સનો ઉપયોગ કરવા તથા વીડિયો જોવામાં પણ સુવિધા સજજ બનાવે છે. એન્ડ્રોઈડ ૭.૦ ઓએસ સંચાલિત આ ૪જી-ડયુઅલ-સિમ સ્માર્ટફોન લાઈટ ૨૫૦૦ એમ.એ.એચ.લિથિયન બેટરી ધરાવે છે. જેમાં ૫ થી ૬ કલાકનો ટોકટાઈમ અને ૭-૮ દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ છે.