પરિચય મેળામાં ૨૨ થી ૩૮ વર્ષનાં ૯૨ યુવકો અને ૫૫ યુવતીઓએ ભાગ લીધો: ધોરણ ૧૨ બાદ ઉચ્ચ અભ્યાસ કરતા લગ્નવાંચ્છુકો પણ જોડાયા
શહેરનાં પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ગોલ્ડ દ્વારા લેઉવા પટેલ સમાજનાં લોકો માટે પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૯૨ યુવકો અને ૫૫ યુવતીઓએ ભાગ લીધો હતો. સાથે જ વિધવા-વિધુર, છુટાછેડા, ખોડખાપણવાળા વ્યકિતઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પરિચય મેળામાં ૨૨ વર્ષથી ૩૮ વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવી હતી. ધો.૧૨થી અનલીમીટેડ અભ્યાસ રાખવામાં આવ્યો હતો. સાથે જ સમાજનાં લોકો માટે યોગ્ય પાત્ર મળી રહે તે માટે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ગોલ્ડ દ્વારા આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લેઉવા પટેલ સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર ગુજરાતનાં લેઉવા પટેલો જોડાયા: ધવલભાઈ
ધવલભાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ગોલ્ડનાં ઉપપ્રમુખ તરીકે પોતાની ફરજ બજાવે છે. પરિચય મેળામાં ૯૨ યુવક ૫૫ યુવતીઓએ ભાગ લીધેલો હતો. ટોટલ ૪ કેટેગરી સહિત ૧૪૭ મેમ્બરોએ આ પરિચય મેળામાં ભાગ લીધેલ હતો. આ લેઉવા પટેલ સમાજમાં તમામ વિધુર, છુટાછેડા, ખોડખાપણવાળાઓને અનુલક્ષીને આ પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. ભાગ લેનારની ઉંમર ૩૮ વર્ષની મર્યાદા છે. અભ્યાસ ૧૨ થી ઉપરનો છે. આમાં આખા ગુજરાતનાં લેઉવા પટેલ સમાજનાં લોકોએ ભાગ લીધેલ છે.
પરિચય મેળામાંથી યોગ્ય પાત્ર મળી શકશે: મયુર ભંડેરી
મયુરભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. તેને આ પરિચય મેળામાં ભાગ લીધેલ છે. સરદાર પટેલ ગ્રુપ દ્વારા ખુબ જ સારું કાર્ય કરવામાં આવેલ છે. આ પરિચય મેળામાં જો કોઈ યુવક-યુવતીને પોતાના અભ્યાસ અને લાયકાત પ્રમાણેનું પાત્ર જોતું હોય તો તે આ પરિચય મેળામાંથી યોગ્ય પાત્ર મળી રહે છે.
પસંદગીનું પાત્ર મળી રહે છે: મનીષા નસીત
મનીષાબેને અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ફિઝીયોથેરાપીસ્ટ છે. પટેલ સમાજમાં શિક્ષણને લઈને લગ્નમાં પ્રોબ્લેમ થતા તેના માટે આ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આ ખુબ જ સારું કાર્ય કર્યું છે અને બધાને પોત પોતાના પસંદગીના પાત્ર સાથે મેળાપ કરાવ્યો છે.
સમાજ માટે સારા કાર્યની પહેલ: જયોત્સનાબેન ટીલાળા
જયોત્સનાબેન ટીલાળાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ગોલ્ડ દ્વારા પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા ધો.૧૨ થી વધુ અભ્યાસવાળા વ્યકિતઓ ભાગ લઈ શકે છે. આમાં વર્ષ મર્યાદા ૨૨ વર્ષથી લઈને ૩૮ વર્ષની રાખવામાં આવેલ છે. આ પરિચય મેળામાં વિધવા-વિધુર, છુટાછેડા, ખોડખાપણવાળા વ્યકિતઓનો પણ સમાવેશ કરવામાં આવે છે અને સમાજ માટે આ એક સારા કાર્યની પહેલ કરવામાં આવેલ છે.