ટોક્યો ઓલમ્પિકમાં ભારતના ભારતના તારલાઓ ચમક્યા છે. આ તારલાઓને પીએમ મોદી આજ રોજ સન્માનીત કરવાના હતા. વિજેતા ખેલાડીઓની ટિમ પીએમના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યારે બધા જ ખેલાડીઓ પહોંચી ગયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓને મળ્યા અને તેમની સાથે નાસ્તો કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ નીરજ ચોપરાને ચુરમુ ખવડાવ્યું અને ત્યારબાદ મોદીએ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાથે આઈસ્ક્રીમ પણ ખાધો હતો.
જ્યારે નીરજ ચોપરા ટોક્યોથી પરત ફર્યા ત્યારે ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે વચન આપ્યું હતું કે પીએમ મોદી તેમને ચૂરમું ખવડાવશે. ઓલિમ્પિકમાં જતા પહેલા જ વડાપ્રધાન મોદીએ સિંધુને વચન આપ્યું હતું કે જ્યારે તમે ટોક્યોથી પાછા આવશો, ત્યારે આપણે સાથે મળીને આઈસ્ક્રીમ ખાશુ. વડાપ્રધાને આજે આ બંને વચનો પૂરા કર્યા છે.
ઓલિમ્પિક ખેલાડીઓના સન્માનમાં સોમવારે વડાપ્રધાનના સરકારી નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીએમ મોદીએ ખેલાડીઓ સાથે નાસ્તો કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ટોક્યોમાંથી ગોલ્ડ જીત્યા બાદ પરત આવેલા નીરજ ચોપરા સાથે પણ કેટલીક વાતો કરી હતી. તેમણે બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાથે પણ વાત કરી હતી. આ સિવાય પીએમ રવિ દહિયા, દીપક પુનિયા સહિત ઘણા ખેલાડીઓ સાથે વાત કરી અને તસવીરો માટે પોઝ આપ્યા. પીએમ મોદી ટેબલ પર ગયા અને ખેલાડીઓને મળ્યા અને તેમની સાથે વાત કરી.
પીએમએ ખેલાડીઓ માટે તાળીઓ વગાડી
સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ તાલિઓના ગડગડાટથી ઓલિમ્પિક ખેલાડીઓનું સન્માન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભારતની યુવા પેઢીએ ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કર્યું છે.