પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ‘‘સંપર્ક ફોર સમર્થન’’ અંતર્ગત આજે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી, મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી, ખ્યાતનામ એડવોકેટ શ્રી સુધીર નાણાવટી તથા સી.એ. શ્રી સુનીલ તલાટી સાથે મુલાકાત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને સુશાસન અંગે વાત કરી.
ભાજપાના ‘‘સંપર્ક ફોર સમર્થન’’ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ સહિત સમગ્ર દેશભરમાં ૪૦૦૦ આગેવાનો ઓછામાં ઓછા ૨૫ સામાજીક વિશેષ અગ્રણીઓને મળીને કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ વિશે ચર્ચા – વિમર્શ કરશે.
પ્રદેશ મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે, આજરોજ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ‘‘સંપર્ક ફોર સમર્થન’’ અભિયાન અંતર્ગત આજે અમદાવાદ ખાતે વિશ્વવિખ્યાત નેફ્રોલોજીસ્ટ અને પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી, મૂર્ધન્ય સાહિત્યકાર અને જ્ઞાનપીઠ એવૉર્ડ વિજેતા શ્રી રઘુવીર ચૌધરી, ખ્યાતનામ એડવોકેટ અને જી.એલ.એસ. યુનિવર્સીટીના પ્રેસીડેન્ટ શ્રી સુધીર નાણાવટી તથા ખ્યાતનામ ચાર્ટડ એકાઉન્ટન્ટ અને ઇન્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રેસીડેન્ટ શ્રી સુનીલ તલાટી સાથે મુલાકાત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને સુશાસન અંગે વાત કરી હતી, ચર્ચા – વિમર્શ કર્યો હતો. આ મુલાકાત દરમ્યાન પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથેના તેમના જુના સંસ્મરણો વાગોળ્યા હતા તેમજ તેમના ખબરઅંતર પુછ્યા હતા.
શ્રી વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, ભાજપાના ‘‘સંપર્ક ફોર સમર્થન’’ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ સહિત સમગ્ર દેશભરમાં ભાજપાના ૪૦૦૦ આગેવાનો દ્વારા સમાજ જીવનમાં વિશિષ્ઠ સ્થાન ધરાવતા તેમજ જેમણે પોત પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી તેવા ઓછામાં ઓછા ૨૫ વિશિષ્ટ લોકોને રૂબરૂ મળીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ૪ વર્ષના કાર્યો, યોજનાઓ, સિધ્ધિઓ, કાર્યપધ્ધતિ, ભવિષ્યની નવા ભારત વિશેની સંકલ્પના અંગે ચર્ચા-વિચારણા કરવાનું કાર્ય આ અભિયાનના માધ્યમથી હાથ ધરવામાં આવ્યુ છે.