- Rajkot માં સમૂહ લગ્ન મામલે ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરિયાવરનાં આપ્યા આદેશ
- કરિયાવર સાથે દીકરી સાસરે પહોંચે તેવું આયોજન કરાશે
- લગ્ન કરાવી રાજકોટ પોલીસે સામાજિક ઉત્તરદાયિત્વ નીભાવ્યું
ગૃહમંત્રીએ કર્યો હસ્તકક્ષેપ
View this post on Instagram
રાજકોટ સમૂહ લગ્નના મામલે આયોજકો ભાગી જતા ઉભી થયેલ પરિસ્થિતિ ને લઈને ગૃહમંત્રીએ હસ્તકક્ષેપ કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે લગ્ન અને જમવાની વ્યવસ્થાઓ રાજકોટ પોલીસ પૂરી પાડશે. આ બાબતે ગૃહમંત્રીએ રાજકોટ પોલીસ કમિશ્નરને સૂચના આપી હતી જેમાં લગ્નવિધિ અને જમવાની વ્યવસ્થાઓ ત્વરિત રીતે ગોઠવી આપવા માટે સૂચના આપવામાં આવી છે.
કરિયાવર સાથે દીકરી સાસરે પહોંચે તેવું આયોજન કરાશે : હર્ષ સંઘવી
પ્રાપ્ત માહિતી અનુસાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરિયાવરનાં આદેશ આપવા સાથે કહ્યું કે, પોલીસ દીકરીઓનાં લગ્ન કરાવી રહી છે. કરિયાવર સાથે દીકરી સાસરે પહોંચે તેવું આયોજન કરાશે. જણાવી દઈએ કે, રાજકોટમાં (Rajkot) ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા આજે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, સમૂહલગ્નનું આયોજન કરનારા આયોજકો ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ અને દીપક હિરાણી રાત સુધી હાજર રહ્યા બાદ સવારે અચાનક છૂમંતર થઈ જતાં 28 યુગલ અને જાનૈયાઓ ભારે ચિંતામાં મૂકાયા હતા. લોકોએ ભારે વિરોધ પણ કર્યો હતો.
રાજકોટ પોલીસે નીભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ
લગ્નવિધિ અટવાઈ જતાં કેટલાક યુગલ લગ્ન કર્યા વગર જ પરત ફર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે સ્થળ પર હાજર જોડાંઓની લગ્નવિધિ કરાવવાની જવાબદારી ઊપાડી હતી અને લગ્ન કરાવી સામાજિક ઉત્તરદાયિત્વ નીભાવ્યું હતું. આમ, રાજકોટ પોલીસ વર-કન્યા પક્ષનાં પરિવાર માટે દેવદૂત બની હતી. પ્રાપ્ત વિગત અનુસાર ચોંકાવનારી વાત એ છે કે પ્રાથમિક તપાસમાં મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા BJP નો કાર્યકર્તા હોવાનું ખુલ્યું છે.
જાણો શું છે સમગ્ર મામલો
Rajkot Samuh Lagan: રાજકોટના રેલનગરમાં મેરીગોલ્ડ ઍપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોવા જેવી થઈ હતી. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું જેમણે આયોજન કર્યું હતું તે જ આયોજકો ફરાર થઈ ગયા હતા. જેના કારણે જાન લઈને આવેલા જાનૈયાઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આટલું મોટું આયોજન કરી પૈસા લઈ આયોજકો રફુચક્કર થઈ જતાં વરઘોડિયા રઝળી પડ્યા હતા અને કેટલીક કન્યાઓ રડી પડી હતી.
કન્યા પક્ષ અને વરપક્ષ બન્ને પાસેથી પૈસા ઉઘરાવ્યા
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 28 નવદંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા. જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. કન્યા પક્ષ અને વર પક્ષે આરોપ લગાવ્યો છે કે, અમારી પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવવામા આવ્યા હતા અને એન.વી ઇવેન્ટ ગ્રૂપ નામથી રસીદ પણ આપવામાં આવી હતી.
ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે. તેમણે ફોન પણ બંધ કરી દીધો છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા છે. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી.
વર-વધૂને તબીયત સારી ન હોવાનાં મેસેજ કર્યા
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનાં આયોજક ચંદ્રેશ છત્રોલા પોતાનો બચાવ હોસ્પિટલમા સારવાર લઈ રહ્યા હોવાનાં ફોટા સ્ટેટસમાં મૂકી રહ્યા છે. આયોજકે સવારે મોબાઈલનાં સ્ટેટસમાં સારવારમાં ફોટા મૂક્યા હતા. આ ઉપરાંત તમામ કપલને તબિયત સારી ન હોવાનાં મેસેજ કર્યા હતા.
અમારી સાથે ફ્રોડ થયો છે
રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકો રૂપિયા લઇને ફરાર થઇ જતા નવયુગલોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં ધોરાજીથી આવેલ વરરાજાએ જણાવ્યું હતું કે અમે ધારોજીથી આવીએ છીએ અને અમારી સાથે ફ્રોડ થયો છે. છેલ્લા 15 દિવસથી અમે ઉત્સાહ સાથે તૈયારી કરી રહ્યા છે. હાલ અહિંયાના આયોજકો ખાટલા પર બેસીને સોશિયલ મીડિયામાં સ્ટેસટ મૂકી રહ્યા છે કે હું બિમાર છું. તેઓએ જણાવ્યું હતું કે 8 તારીખે 22 તારીખના લગ્ન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જેમાં તેઓએ અમને સવારે 6.30 નો સમય આપ્યો હતો. ત્યારે અમારી સાથે અન્ય 40 થી 45 લોકોને આર્થિક રીતે નુકશાની વેઠવાની વારી આવી છે.
લોકોમાં રોષ ફેલાયો
રાજકોટમાં ખાતે આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ઋષિવંશી સમાજ દ્વારા સેવા સંઘે આયોજન કર્યું હતું. આ સમૂહ લગ્ન સમારંભમાં કુલ 28 જોડાનાં લગ્ન થયા હતા. તેમજ આયોજકો દ્વારા 15-15 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. પરંતું પૈસા લઈ આયોજકો ગુમ થતા વરરાજા અને કન્યા પક્ષનાં લોકો મૂંઝવણમાં મૂકાઈ જવા પામ્યા હતા. તેમજ લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા ફરાર
રાજકોટમાં સમૂહ લગ્ન કરવા પહોંચેલા 28 જોડાના ધોડા દિવસે તારા દેખાઈ ગયા છે, 28 જોડા હતા કે જે સમૂહ લગ્ન કરવા માટે પહોંચ્યા હતા પરંતુ આયોજકો છૂ થઈ જતાં જોડા અને તેમના પરિવારજનો ચિંતિત થઈ ગયા હતા.રાજકોટમાં સમૂહ લગ્ન કેસમાં આયોજક આરોપી દિલીપ ગોહિલ, દીપક હીરાણી અને મનીષ વિઠ્ઠલાપરાની પોલીસે અટકાયત કરી છે.
રાજકોટમાં સમૂહ લગ્નના ઠગ પોલીસ સકંજામાં આવી ગયા છે. પોલીસે ફરાર આયોજકોની અટકાયત કરી છે. આરોપી દિલીપ ગોહિલ, દીપક હીરાણી અને મનીષ વિઠ્ઠલાપરાની પોલીસે અટકાયત કરી છે. જો કે, મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા ફરાર છે.