એલ.સી.બી. ના પી.આઇ. એ.આર. ગોહિલ સહિતના ટીમને મળી સફળતા
ગુજરાત સહિત નવ રાજયમાં છેતરપિંડી કરી 16 ગુના આચર્યાની કબુલાત
અબતક, રાજકોટ
સોશ્યલ મીડીયાના માઘ્યમથી ગુજરાત સહિત નવ રાજયમાં ઠગાઇ કરતો આંતર રાજય ‘ઠગ’ ને રાજકોટ એલ.સી.બી. એ ઝડપી લઇ શાપર-વેરાવળ સહિત 16 ગુનાઓનો ભેદ ઉકેલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લામાં વધતા જતા આર્થિક ગુનાઓને ડામી દેવા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઇ. એ.આર. ગોહિલ સહીતના સ્ટાફે સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.મુળ મિતાણાનો રહેવાસી અને હાલ શાપર-વેરાવળની રહીનગર સોસાયટીના ટાઉસીંગ બોર્ડ કવાર્ટર રહેતા હુસેનભાઇ ઓસમાનભાઇ ઠેબા નામના વ્યકિતને પોલીહાઉસ ખરીદવા માટે ગુગલ અને ફેસબુકમાં સર્ચ કરતા જેમાં પોલી હાઉસ સેલ્સ ફામીંગ નામનું પેજ ખુલતા તેમાં મોબાઇલ નંબર આવ્યો હતો.
મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો આધાર કાર્ડ આપી ખાત્રી વિશ્ર્વાસમાં લઇ કટકે કટકે 69,500 જમા કરાવ્યા હતા. માલ ન મોકલી છેતરપીેડી કર્યાની શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.પેટ્રોલીંગ અને સાયબર એકસપર્ટની મદદથી જાણવા મળેલું કે મહારાષ્ટ્રના સોલાપુર ખાતે રહેતો બાબુરાવ સંભાજી માલી નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે ઝાળબીછાવતા બાબુરાવ સંભાજી માલી નામના શખ્સને ઝડપી લીધો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા શખ્સ ગુજરાત સહિત નવ રાજયમાં છેતરપીંડી આચર્યાની કબુલાત આપી હતી જેમાં છોટાઉદેપુર, કર્ણાટક, બેગ્લોર, મહારાષ્ટ્ર, વેસ્ટ બેગાલ, કેરલ, ઉતર પ્રદેશ, દિલ્હી, આસામ અને તેલગાણા મળી 16 સ્થળોએ છેતરપીંડી આચાર્યની કબુલાત આપી છે. ઝડપાયેલા શખ્સ પુર્ણે પોલીસ મથકના ચોપડે ચડી ચુકયો છે.
છેતરપીંડીના ગુનામાં ઝડપાયેલો આરોપી વેપારીઓને વિશ્ર્વાસમાં લેવા માટે વિદેશથી આયાત કરેલી કિંમતી ફલાવર્સ અને ફુલ વનસ્પતિના છોડ અને પોલી હાઉસના ફોટાઓનું એડીંગ કરી અલગ અલગ ફેસબુક પેઝ બનાવી ફેસબુક, વ્હોરસએપના ગ્રુપમાં જાહેરાત આપી સંપર્ક કરનાર ખરીદારો સાથે ફેસબુકના ફેક આઇડી દ્વારા મેસેન્જર પર ફોટા બતાવી ફોન દ્વારા વાતચીત કરી વિશ્ર્વાસમાં લઇ પોતાના અને તેના મિત્રોના બેંક ખાતામાં અને આંગડીયા મારફત પૈસા મેળવી છેતરપીંડી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.