ડિજીટાઈઝેશન તો લાવ્યા હવે હાઈ સ્પીડ ઈન્ટરનેટની મજા
ડિજીટાઈઝેશને વેગ પકડતાં જ લોકો પણ તેને સ્વિકારતા થયા છે તો મોકા ઉપર ચોકો મારતા રિલાયન્સ જીયો ધન ધના ધન લોન્ચ કરી ટેલીકોમ કંપનીઓને ધ્રુજારી અપાવી દીધી છે. ફ્રિ ઈન્ટરનેટ ડેટા અને વોઈસ કોલિંગ આપતું જીયો બજારમાં ધુમ મચાવી રહ્યું હતું. તો હવે નવી ટેલીકોમ કંપનીઓ ૧.૩ બિલીયન ભારતીઓને નવી પોલીસી મુજબ સસ્તા દરના ઈન્ટરનેટની સુવિધા આપશે. ટેલીકોમ મિનીસ્ટર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, ટેલીકોમ કંપનીઓમાં હાલ સ્પર્ધા વધી રહી છે. લોકોની પ્રાથમિક જઆરયુરીયાત ઈન્ટરનેટ બની ગયું છે. તો તેમાં પણ તેમને જીયો ફ્રિ ડેટા મળે છે ત્યારે માર્કેટમાં ટકી રહેવું ખુબ જ જરૂરી બની ગયું છે. લોકોની બીજી સમસ્યા છે કે ઈન્ટરનેટની સ્પિડ ઓછી આવે છે તો એક તરફ સરકાર ડિજીટાઈઝેશન અપનાવવા લોકોને પ્રેરીત કરે છે. ડિજીટલ ઈન્ડિયા અમ્બ્રેલા મિશનમાં સરકાર ‚રૂ૧.૧૩ લાખ કરોડનું બજેટ ફાળવી દેશભરમાં વ્યાજબી દરે ઈન્ટરનેટ સુવિધા આપવા માંગે છે. જેમાં હાઈ સ્પીડ હોય નવી ટેલીકોમ કંપનીઓ ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ ટેકનોલોજી ભવિષ્યોના વિચારો અને વર્તમાનનાં પ્રશ્ર્નોને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરવામાં આવ્યું છે.
જેમ કે ઈન્ટરનેટ ઓફ થીંગ્સ અને આર્ટીફીશલ ઈન્ટેલિજન્સ સિન્હાએ જણાવ્યું હતું કે, સરકાર લોકોની સમક્ષ બેસ્ટ સ્પિડ આપવા માગે છે. સિન્હાએ ભારતના ટોપ ટેલિકોમ કંપનીઓ સાથે ૧૦૦ દિવસોમાં પોતાનો એકશન પ્લાન તેમણે સાથે મળીને આ એકશન પ્લાન માટે આરયુ.૧૨,૦૦૦ કરોડના ખર્ચે રૂ.૬૦,૦૦૦ બેઝ અને સ્ટેશન પાછળ ખરીદવા કરાર કર્યો છે. જોકે ટેલીકોમ કંપનીઓને આ સોદો જાણે સસ્તો લાગતો હોય તેમ તેણે ૩.૪૯ લાખ સ્ટેશન બનાવવા માટે માંગ કરી હતી. એક રીસર્ચમાં જાણવામાં આવ્યું હતું કે ભારતમાં ૮ ટકાનો સુધારો કરવામાં આવ્યો છે. તેણે ઉમેર્યું હતું કે, ટેલીકોમ કંપનીઓ સેકટરલ હેલ્થનો ઉપયોગ કરશે.