દિવાળીના તહેવારોની રજાઓ પૂર્ણ તાં સરકારી કચેરીઓ ધમધમવા લાગતા સરકારી ઈન્ટરનેટનું સર્વર (જીસ્વાન) બે કલાક ઠપ્પ: સરકારી કામકાજ આર્થે આવેલા અરજદારોને પડી ભારે હાલાકી
આરટીઓની બહાર અરજદારોના વાહનોના પ્પા લાગ્યા, સર્વિસ રોડ બે કિલોમીટર સુધી ટ્રાફિકજામ તાં રાહદારીઓએ મુશ્કેલી અનુભવી
દિવાળીના તહેવારોની રજા પૂર્ણ તાં સરકારી કચેરીઓમાં ધમધમાટ આજે સોમવારી શરૂ થયો હતો અને લોકો અને અરજદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો. ઓનલાઈન કામકાજ કરવામાં અરજદારોને ઈન્ટરનેટનો સહારો લેવો પડતો હોય અને સરકારી કચેરીના ઈન્ટરનેટ (જીસ્વાન) સર્વર બે કલાક ઠપ્પ ઈ જતાં અરજદારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જ્યારે આરટીઓ કચેરી ખાતે લોકોનો ભારે ધસારો જોવા મળતા અને વાહનોના પ્પા લાગી જતા બે કલાક સુધીના સર્વિસ રોડ પર ટ્રાફિકજામ ઈ ગયો હતો અને આરટીઓમાં ઈન્ટરનેટ જામ અને બહાર રસ્તા પર ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ગત અઠવાડિયે દિવાળીની રજાઓ સરકારી કચેરીઓ બંધ રહી હતી. જેમાં બે દિવસની વધુ રજા પાળવામાં આવી હોવી સરકારી કચેરીઓમાં ગત શુક્રવારે કર્મચારીઓ અને અરજદારોની પાંખી હાજરી જોવા મળી હતી. આજે સોમવારી રાબેતા મુજબ સરકારી કચેરીઓ શરૂ થઈ હતી અને અરજદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો જેના કારણે સરકારી કચેરીઓ ફરી ધમધમવા લાગી હતી.
આરટીઓ એજન્ટો દિવાળીની રજાઓ એક અઠવાડિયુ માણ્યા બાદ આજે સોમવારી પોતાનું કામકાજ શરૂ કરતા આરટીઓ કચેરી ખાતે અરજદારોનો જમાવડો જોવા મળી રહ્યો હતો અને રસ્તા પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. આરટીઓ કચેરીની અંદર કમ્પાઉન્ડમાં પણ વાહનોના થપ્પા જોવા મળી રહ્યાં હતા. આરટીઓની બહાર આવેલ ઝેરોક્ષની દુકાનોમાં અરજદારોનો ધસારો જોવા મળી રહ્યો હતો અને આજી સરકારી કચેરીઓમાં ઓનલાઈન કામકાજ શરૂ થતાં સરકારી ઈન્ટરનેટ (જીસ્વાન) સર્વર બે કલાક ઠપ્પ ઈ ગયું હતું. જેના કારણે ઓનલાઈન કામગીરી ખોરવાઈ જતાં અરજદારોની લાંબી લાઈનો લાગી હતી. કલાકો સુધી ઈન્ટરનેટની કનેક્ટિવીટી નહીં મળતા આરટીઓ કચેરી ખાતે એક પણ પ્રકારની કામગીરી ઓનલાઈન ઈ શકી ન હતી. બપોર બાદ ધીમી ગોકળગતિએ ઈન્ટરનેટ શરૂ થતાં ઓનલાઈન કામગીરી મહદઅંશે શરૂ થઈ હતી.
રાજકોટ આરટીઓ કચેરીની બહાર સર્વિસ રોડ પર બેથી ત્રણ કિ.મી. સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. જેના કારણે બન્ને બાજુી વાહન ચાલકો સામસામે આવી જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો અને બે થી ત્રણ કિ.મી. લાંબી લાઈનો જોવા મળી રહી હતી. કલાકો સુધી ટ્રાફિક હળવો નહીં તાં રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.