જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. આ જોતા પ્રશાસને અનુચ્છેદ 370 હટાવ્યાના 12 દિવસ પછી શનિવારે રાજ્યમાં અમુક જગ્યાએ 2જી ઈન્ટરનેટ સેવા શરૂ કરી દીધી છે. જમ્મુ, રિયાસી, સાંબા, કઠુઆ અને ઉધમપુરમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કરવાની સરકારની જાહેરાત પહેલાં જ સુરક્ષાના ભાગ રૂપે ટેલિકોમ અને મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ સિવાય દરેક સ્કૂલ-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે.