પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાલા અને ડો.દર્શિતાબેન શાહ યોગ કરશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે.આ અંગે વધું માહિતી આપતા મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે શહેરમાં મુખ્ય ચાર સ્થળોએ તથા ત્રણ સ્થળોએ એકવા યોગા મળી કુલસાત સ્થળો તેમજ તમામ વોર્ડ ઓફિસો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 75 જેટલી સ્કુલોમાં અને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના 23 આરોગ્ય કેન્દ્રો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
જેમાં રેસકોર્સ ખાતે યોજાનાર કાર્યક્રમમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા,પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર ડો.પ્રદિપ ડવ,શહેર ભાજપ મુકેશભાઈ દોશી,પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા સાંસદ રામભાઈ મોકરીયા,ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ ઉપરાંત આનંદ પટેલ,નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ નાનામવા સર્કલ પાસેના મેદાનમાં યોજાનાર કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, કમલેશભાઈ મિરાણી, બીનાબેન આચાર્ય, પુષ્કરભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ વાળા, જીતુભાઈ કોઠારી અને ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, ગ્રીન લેન્ડ ચોકડી પાસેના સ્થળે યોજાનાર કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, દે.મેયર કંચનબેન સિધ્ધપુરા, કિશોરભાઈ રાઠોડ વિનુભાઈ ઘવા ઉપસ્થિત રહેશે.
વધુમાં શહેરના ત્રણ સ્થળોએ એક્વા યોગાનું પણ આયોજન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (1) સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર, પેડક રોડ, (2) લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્સ અને (3) શ્રી મહર્ષિ દયાનંદ સ્નાનાગાર, કાલાવડ રોડ ખાતે સવારે 08:00 થી 08:45 કલાકે એક્વા યોગાનું આયોજન આયોજન પણ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે દીવ્યાંગો અને યોગ એક્સપર્ટ બાળકો દ્વારા યોગ કરાશે.શહેરીજનોને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે મેયરશ્રી સહીતના પદાધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
યોગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ વ્યક્તિઓએ પોતાની 2 ડ્ઢ 6 (યોગ વ્યવસ્થિત રીતે કરી શકાય તે મુજબની માપ સાઈઝ)ની મેટ સાથે લાવવાની રહેશે, સમગ્ર આયોજનને ધ્યાને લેતા, કાર્યક્રમમાં એકસુત્રતા જળવાઈ તથા યોગ્ય માહોલ ઉભો થાય તે માટે કાર્યક્રમમાં ભાગ લેવા વ્યક્તિઓ સફેદ વસ્ત્રો પહેરીને કાર્યક્રમમાં ભાગ લે તે ઇચ્છનીય રહેશે. યોગ કાર્યક્રમમાં ભાગ લેનારે ભૂખ્યા પેટે આવવું તેમજ કાર્યક્રમમાં ભાગ લેનાર તા. 21-06-2023ના રોજ સવારે 06:00 કલાકે નિયત સ્થળે ઉપસ્થિત થવાનું રહેશે.