પતંજલિ યોગ પીઠ દ્વારા રાજકોટ જિલ્લામાં 250થી વધુ સ્થળોએ તાલીમ પામેલા યોગ શિક્ષક દ્વારા યોગાભ્યાસ કરાશે

ભારત સ્વાભિમાન ટ્રસ્ટ દક્ષિણ ગુજરાતના પ્રાંત પ્રભારી લક્ષ્મણભાઇ પટેલે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને ચરિતાર્થ કરવા, પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ અને પરમ પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણજી મહારાજએ યોગને ગુફાઓ અને શાસ્ત્રોમાંથી બહાર કાઢીને ઘેર ઘેર પહોચાડ્યા છે તેમજ લોકલાડીલા વડાપ્રધાનએ યોગને વિશ્ર્વપ્રસિધ્ધિ અપાવી છે. રામદેવજી મહારાજે સમગ્ર દેશમાં 75 પવિત્ર સ્થાનો પર વિશ્ર્વ યોગ દિન નિમિતે એટલે કે 21મી જૂનના રોજ ભવ્યાતિભવ્ય યોગભ્યાસનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રના ત્રણ મહાતીર્થ સ્વામી દયાનંદ સરસ્વતીની પાવન જન્મભૂમિ ટંકારા, આર્ય વિદ્યાલય રાજકોટ મોરબી હાઇવે, ખોડીયાર મંદિર પાસે, યોગેશ્ર્વર ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારિકા અને આદીયોગી ભગવાન શિવજીના પ્રથમ જ્યોર્તિલિંગ ધામ સોમનાથ ખાતે અનન્ય યોગાભ્યાસ પતંજલિ યોગપીઠના તત્વાધાનમાં યોજાશે.

21મી જૂન મંગળવારના વહેલી સવારે 6 થી 7.30 કલાકે સમગ્ર દેશમાં એક સાથે એક સરખો યોગાભ્યાસ કરવાનો આ વિશ્ર્વ વિક્રમ છે. પતંજલિ યોગપીઠ દ્વારા રાજકોટ અને જિલ્લામાં 250થી વધુ સ્થળોએ તાલીમ પામેલા યોગશિક્ષકો દ્વારા વિનામૂલ્યે યોગાભ્યાસ કરાવાય છે તેનો લાભ લેવા સૌને આમંત્રણ છે.

21મી જૂનના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લક્ષ્મણભાઇ પટેલ, વિનોદજી શર્મા, લાલજીભાઇ સોલંકી, જોગા રામજી સુરત, બહેન તનુજાજી, ધનાભા જડિયા દ્વારકા, હરેશભાઇ જુંગી સોમના, ઉત્તર ગુજરાત મહિલા પ્રભારી સોનિકાબેન, ઉપલેટા દિનેશભાઇ, કચ્છ ભરતભાઇ ઠક્કર, ગોંડલ ભાવિકભાઇ પટેલ, મોરબી મહિલા પતંજલિ સમિતિના ભારતીબેન રંગપરીયા, યુવા પ્રભારી સંજયભાઇ રાજપરા, અંદરપા, ટંકારા આર્ય સમાજ મંત્રી દેવજીભાઇ, રણછોડદભાઇ, માતૃ ભૂમિ વંદના ટ્રસ્ટ પ્રમુખ મહેશભાઇ ભોરણીયા સહિતનાએ જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ શિબિર રજીસ્ટ્રેશન માટે 9925100232  તેમજ 8980808071 પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.