સીએસ ડબલ્યુ -65ની આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ પરિષદ મળી
પૂર્વ મેયર અને મહિલા અગ્રણી ડો. ભાવનાબેન જોશીપૂરાએ પરિષદમાં ભાગ લીધો
રાજકારણ, જાહેરક્ષેત્રમાં મહિલાઓની હિસ્સેદારી વધારવા સહિતના ઠરાવો થયા
સીએસડબલ્યુ-65ની વર્ચ્યુઅલ બેઠકમાં સંસદ ધારાગૃહોમાં મહિલા અનામતની વૈશ્ર્વિક સ્તરે ખાસ હિમાયત કરવામાં આવી હોવાનું મહિલા અગ્રણી અને પૂર્વ મેયર ડો. ભાવનાબેન જોશીપૂરાએ જણાવ્યું હતુ.
15મી માર્ચે શરૂ થયેલ સંયુકત રાષ્ટ્રસંઘ કમીશન ઓન સ્ટેટસ ઓફ વુમનની ઈતિહાસમાં પ્રથમ વખત વર્ચ્યુઅલ મોડમાં મળેલ આંતરરાષ્ટ્રીય પરિષદ તા.26મી માર્ચે સમાપ્ત થઈ હતી.
સંયુકત રાષ્ટ્રસંઘ કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમનની ઘોષણામાં મહિલાઓની સર્વક્ષેત્રીય અસરકારક હિસ્સેદારી અને નિર્ણયની પ્રક્રિયામાં ભાગીદારીની સંકલ્પનાં સાથે વૈશ્ર્વિક પરિષદની પૂર્ણાહુતિ થઈ છે.
વૈશ્ર્વિક પરિષદની અન્ય એક મહત્વપૂર્ણ ઘોષણામાં ધારાગૃહોમાં ન્યાયતંત્રમાં અને પ્રધાનમંડળ (કારોબારી) એમ ત્રિસ્તરીય હિસ્સેદારીમાં વધારો થવા પર ખાસ ભાર મૂકાયેલ હતો. સંસદ ધારાગૃહોમાં મહિલા અનામત અર્થે વૈશ્ર્વિક સ્તરે ખાસ હિમાયત કરવામાં આવી હતી.
સંયુકત રાષ્ટ્રસંઘ મહિલા વિભાગના એકઝીકયુટીવ ડાયરેકટર પુમઝીલે નગુકુવાએ વિવિધ ઘોષણાઓ અને સહમતિ સધાયેલ બાબતોની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે કોરોના મહામારી દરમ્યાન ઘરેલુ હિંસા, જાતીગત ભેદભાવની અસમાનતા સહિતની બાબતો દેશોમાં જોવા મળે છે. વૈશ્ર્વીક કક્ષાએ 137 દેશોનાં 225 ટાસ્ક ફોર્સમાં 24 ટકા જેટલી જ મહિલાઓની હિસ્સેદારી નિર્ણય પ્રક્રિયામાં જોવા મળે છે. અબતક ફ્રન્ટલાઈન વોરીયર્સમાં મહિલાઓની શ્રેષ્ઠ કામગીરી જોવા મળી છે.
ફુમઝીલે નગુકુવાએ ચાર જેટલા સ્વીકૃત પ્રસ્તાવોની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ એટલે સાર્વજનીક ક્ષેત્રે મહિલાઓની સમાન હિસ્સેદારીને અવરોધરૂપ કાનુની જોગવાઈઓ નીતિઓમાં પરિવર્તન લાવો.
મહિલાઓનું નેતૃત્વ, મેનેજરીયલ કેડરમા ભૂમિકા વધારવા નૂતન વ્યવસ્થાપન કરવામા આવે તથા સરકાર કક્ષાએ તમામ સ્થાનો ઉપર સમાન સંખ્યાત્મક પ્રતિનિધિત્વ માટે સમયમર્યાદા સુનિશ્ર્ચિત કરવામા આવે અને રાજકીય પક્ષો સમાન રીતે ઉમેદવારોની પસંદગી કરે તેવા પ્રસ્તાવો થયા હતા.
સંયુકત રાષ્ટ્રસંઘ મહિલા વિભાગ જનરેશન ઈકવાટીલી ફોરમ યુથ ટાસ્ક ફોર્સની મળેલી બેઠકમાં વિશ્ર્વભરના યુવા નેતાઓએ સમાન હિસ્સેદારીનું લક્ષ્ય હાંસલ કરવા ખાસ સંકલ્પના કરી હતી.
કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમન દ્વારા મહિલાઓ સાથે પ્રત્યેક ક્ષેત્રમાં સંપૂર્ણ ભેદભાવરહિત સમાન તક, સમાન હિસ્સેદારી અને અસરકારક પ્રતિનિધિત્વ અર્થે મકકમ સંકલ્પના કરવામાં આવી હતી બેજીંગ ડેકલેરેશન 1995ના રજતજયંતિ વર્ષ નિમિતે વિવિધ રાષ્ટ્રોમાં પ્રવર્તિ રહેલ સ્થિતિની સમિક્ષા બાદ 2030 સુધીમાં સંતુલીત વિકાસ લક્ષ્યાંકો અંતર્ગત 50%-50% એટલે કે મહિલાઓ અને પુરૂષોની સમાન હિસ્સેદારી અર્થે વધુ કાર્યરત થઈ સભ્યદેશો લક્ષ્યાંક હાંસલ કરશે તેવો વિશ્ર્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો.
સીએસડબલ્યુ-65માં સેન્ડાઈ ફ્રેમવર્ક ફોર ડીઝાસ્ટર રીસ્ક રીડકશન 2015-30 અડીસઅબાબા ઘોષણાઓ અંતર્ગત મહિલાઓ ઉપરની વિવિધ સ્વરૂપની હિંસાઓની સમાપ્તિ તથા સાથોસાથ સર્વક્ષત્રીય નિર્ણયની પ્રક્રિયામાં અસરકારક ભાગીદારીનાં લક્ષ્યાંક અંગે પણ એકશન પ્લાન તૈયાર કરાયો છે.
સંયુકત રાષ્ટ્રસંઘ કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમનની વૈશ્ર્વિક સમિટ અંતર્ગત વિવિધ બેઠકોમાં સંયુકત રાષ્ટ્રસંઘના વડા એન્ટારીયો, ગુટારીસ, અમેરિકાનાં યુ.એન. વિશિષ્ટ નિયુકત પ્રતિનિધિ જહોન કેરી, યુ.એન.વુમન વડા પમઝીલા મલામ્બો તથા ભાવના જોશીપૂરાએ ભાગ લીધો હતો.