રાજકોટ-સૌરાષ્ટ્રના તમામ ઔદ્યોગિક સંગઠનો તેમજ બ્રિટન (યુકે) પાર્ટનર ક્નટ્રી તરીકે જોડાશે; આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા એસવીયુએમ ઈન્ટરનેશનલ ટ્રેડ શોનું આયોજન છેલ્લા ૫ વર્ષથી કરવામાં આવે છે. આ આયોજનના ફળ સ્વરૂપે રાજકોટ સૌરાષ્ટ્રના લગભગ ૩૭ દેશોમાંથી બિઝનેસ સાથે સંકળાયેલા ૮૦૦ કરતા વધુ લોકોએ મુલાકાત કરી જેમાં ૨૦ દેશોનાં રાજદૂતો અને મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. મોટા પ્રમાણમાં નિકાસ ઓર્ડર સ્થાનિક ઉદ્યોગોને મળ્યા છે.
આગામી ૧૧થી ૧૫ ફેબ્રુ. ૨૦૨૦ દરમ્યાન ટ્રેડ શોનું ભવ્ય આયોજન રાજકોટ સૌરાષ્ટ્રના લગભગ તમામ ઔદ્યોગિક સંગઠનોના સહયોગથી કરાયું છે. આ વર્ષે યોજાનાર ટ્રેડ શોમાં અમને દેશ વિદેશના અનેક સંગઠનો સહયોગી સંગઠન તરીકે જોડાઈને મદદ કરી રહ્યા છે. આ ટ્રેડ શોમાં સતત પાંચમા વર્ષે પણ બ્રિટન યુકે પાર્ટનર ક્ધટ્રી તરીકે જોડાયેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં આ ટ્રેડ શો યોજાશે.
આંતરરાષ્ટ્રીય સંગઠનો સપોટિંગ ઓર્ગેનાઈઝેશન તરીકે જોડાયા છે. તેમાં યુરોપ-ઈન્ડિયા એસએમઈ બિઝનેસ કાઉન્સીલ ઈન્ડીયા બાંગ્લાદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, અફઘાનિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ ઈસરાયેલી ચેમ્બર ઓફ કોમર્સનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર પ્લાસ્ટીક મેન્યુફેકચરર્સ એસો. હડમતલા, ઈન્ડ.એસો. આજી જીસી ઈન્ડ. એસો. ડી.આઈ. જી. લોધીકા, સી.ડી.આઈ. ઈન્ડ. એસો. ધી પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ. શાપર વેરાવળ ઈન્ડ. એસો. ગુજરાત સ્ટેટ પ્લાસ્ટીક મેન્યુફેકચરીંગ એસો. ફેડરેશન ઓફ સોલાર મેન્યુફેકચર્સ એન્ડ ઈન્ટરમીડીઆરએસ વાંકાનેર બામણબોર નેશનલ હાઈવે ઈન્ડસ્ટ્રીયલ એસો. એસ.એમ.ઈ. ચેમ્બર ઓફ ઈન્ડિયા, સૌ.સિકયુરીટી અને સર્વેલન્સ એસો. ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ. ધી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ આર્કિટેકટસ સૌરાષ્ટ્ર સેન્ટર વગેરે સંગઠનોનો સહકાર મળ્યો છે.
આ આયોજન દરમ્યાન અમૂક સૂચનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ કરાયા છે. જેનાથી નવા લઘુ ઉદ્યોગો શરૂ થાય લઘુ ઉદ્યોગોને નિકાસ માટે વિશાળ પ્લેટફોર્મ મળી શકે, નવી રોજગારીનું સર્જન થાય, ખેતી ક્ષેત્રમાં વિશ્ર્વના દેશોમાં આપણા ખેડુતો મલ્ટી નેશનલ ખેડુત બની કોર્પોરેટ ફાર્મિંગ કરી દેશની ખાધ પેદાશો પુરી કરે, સમુદ્ર બને અને દેશનું વિદેશી હુંડીયામણ પણ બચાવે.
વિદેશોમાં મેક ઈન ઈન્ડિયા હોલસેલ મોલ શરૂ કરવા જોઈએ. અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશો કે જે આયાત પર નિર્ભર છે. ત્યાં કોઈ એક મોટી આયાતકાર કંપની સાથે કરાર કરી ને ત્યાં એક વિશાલ જગ્યામાં આ પ્રકારના મોલ શરૂ કરી શકાય જેમાં ભારતીય કંપનીઓ પોતાનો માલ નિયત કરેલ વાર્ષિક ભાડુ ચૂકવી ડિસપ્લે કરી શકે અને ત્યાંની આયાતકાર કંપની તેનું સંચાલન કરે, ત્યાંથી સ્થાનિક ગ્રાહકો માટે ઓર્ડર બુક કરી ભારતના ઉત્પાદકો પાસેથી માલ મંગાવીને પૂરો પાડે આ સંચાલન વ્યવસ્થા માટે તે ભારતીય ઉત્પાદક કંપનીના માલ વેચાણ ઉપર પોતાનું કમિશન ચાર્જ કરી શકે. આનાથી ભારતીય ઉત્પાદકને નજીવા ખર્ચે પોતાના ઉત્પાદનોનું માર્કેટીંગ અને વેચાણ કરી શકશે ૧૦૦ થી ૧૫૦ જેટલા આવા દેશો નકકી કરી ત્યાં ના ભારતીય દૂતાવાસને કામગીરી સોંપીને દરેક દેશમાં ૫ થી ૧૦ જેટલા મોલ શરૂ કરવમા આવે તો લગભગ ૧૦૦૦ મોલ શરૂ થઈ શકે અને તેમાં દેશના આશરે ૫૦૦૦૦ નાના મોટા ઉત્પાદકોનો લગભગ ૧ લાખ કરોડનો માલ વેચાણનો લક્ષ્યાંક રાખી શકાય.
નવા લઘુ ઉદ્યોગો સ્થાપવા યુવાનોને ૨૦૦ વાર જમીન અને ૧૦ થી ૨૫ લાખની આર્થિક સહાય, લોન આપવી જોઈએ હાલના સંજોગોમાં માર્કેટ કેપીટલ ગૂડસની ખરીદી ને વેગ મળે અને નવી રોજગારીનું સર્જન થાય તે માટે નવા લઘુ ઉદ્યોગો સ્થપાય તે ખૂબજ જરૂરી છે. નવા ઉદ્યોગો શરૂ થતા તેમાં જરૂરી બાંધકામ અને મશીનરીઓ માટે બજાર ખૂલશે અને રોજગારીનું સર્જન થઈ શકશે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ આયોજીત આગામી ઈન્ટરનેશનલ ટ્રેડ શો માટે વાઈસ પ્રેસીડેન્ટ, મહેશ નગદીયા, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ રાજકોટના પ્રમુખ, રાજુભાઈ ગોંડલીયા, લાખાજીરાજ વેપારી એસોસીએશનના પ્રમુખ મહેશભાઈ મહેતા અને પ્રશાંતભાઈ ગોહેલ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.