૩જી જુલાઈએ આફ્રિકાથી આવેલ ડેલીગેટસ સાથે પ્રગતિશીલ ખેડૂતોનું સંમેલન અને પ્રશ્નોતરી
છેલ્લા થોડા વર્ષોથી આફ્રિકામાં ખેતીનો વિકાસ ખુબજ ઝડપથી થઇ રહ્યો છે ત્યારે ભારતીય પ્રગતિશીલ ખેડૂતો પણ ખુબજ મોટા પ્રમાણમાં આફ્રિકા જઈ રહ્યા છે જેમાં પંજાબ, હરિયાણા, હિમાચલ અને ગુજરાત મુખ્ય છે. ૫ થી ૧૦ હજાર માં એકરના ભાવે લાંબા ગાળા ના લીઝ પર મળતી જમીન ખુબજ ફળદ્રુપ છે અને ઓર્ગેનિક ખેતી માટે ૧૦૦% લાયક જમીન છે. આફ્રિકાની ખેત પેદાશોની વિશ્વભર માં ખુબજ માંગ છે. વિશ્વ ની કુલ ખેતી લાયક જમીન ની ૬૦% જમીન આફ્રિકામાં છે જયારે વિશ્વની કુલ વસ્તી ની ૧૦% વસ્તીજ આફ્રિકા માં વસે છે તે જોતા વિશ્વ ની ખાધાખોરાકી ની માંગ ફક્ત અફ્રિકાજ પુરી કરી શકે તેમ છે એટલે આફ્રિકાની કૃષિ ક્ષેત્ર નું ભવિષ્ય ખુબજ ઉજ્જવળ અને નફાકારક છે. આફ્રિકામાં ખેતીવાડી ની આધુનિક પદ્ધતિઓ પણ ત્યાંની પ્રજા જાણતી નથી. આ સંજોગોમાં સૌરાષ્ટ્ર કચ્છ ના ખેડૂતો માટે આફ્રિકામાં જઈને જમીન લીઝ પર લઈને ખેતી કરવી ખુબજ ફાયદાકારક સાબિત થશે. સૌરાષ્ટ્ર કચ્છ ના ખેડૂતો માટે સૌથી મોટો ફાયદો એ છેકે લગભગ ૧૫૦ વર્ષ થયા આપણા લોકો ત્યાં વસેલા છે એટલે કોઈ તકલીફ ના પડે અને સ્થાનિક સહકાર મળી રહે.
ઉપરોક્ત સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આગામી એસવીયુએમ ૨૦૧૮ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં આવી રહેલ આફ્રિકન ખેડૂતો અને ખેતીવાડીના જાણકારો સાથે સૌરાષ્ટ્ર કચ્છ ના ખેડૂતોનું એક સંમેલન અને પ્રશ્નોત્તરી નો કાર્યક્રમ તારીખ ૩જી જુલાઈ મંગળવારે બપોરે ૨ થી ૬ દરમ્યાન રાખેલ છે તો તમામ પ્રગતિશીલ ખેડૂતો અને સંગઠનો ને આ કાર્યક્રમ માં જોડાવા અને જાણકારી મેળવવા વિનંતી કરવામાં આવે છે. આ અંગે કોઈપણ પ્રકારની જાણકારી માટે શ્રી પારસભાઈ પટેલ નો મોબાઈલ નંબર ૯૮૨૪૫ ૫૧૯૧૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.