પાંચ દિવસીય વેપાર મેળામાં ૩૦ દેશોમાંથી ૨૦૦ બિઝનેસમેન આવશે: બેરોજગાર યુવાનો માટે જોબ ફેર પણ યોજાશે : મેડિકલ ટુરીઝમ, હેલ્થ કેર, એગ્રિકલ્ચર ઈકવીપમેન્ટસ, ગારમેન્ટ ટેકસટાઈલ્સ, સિરામિક સેનિટરી વેર તથા બાંધકામ ક્ષેત્ર માટે ઉતમ તક

સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળ દ્વારા આગામી તા.૧૧ થી ૧૫ ફેબ્રુઆરી સુધી આજી વસાહતમાં આવેલા એનએસઆઈસી સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦ દેશોમાંથી ૨૦૦ જેટલા બિઝનેસમેન આવવાના છે. આ વેપાર મેળામાં બેરોજગાર યુવાનો માટે જોબ ફેર તેમજ વિદેશી ડેલિગેટસ માટે ફ્રિ મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા મેડિકલ ટુરીઝમનાં વિકાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિસ્તૃત વિગત આપવા મહેશભાઈ નગડીયા, રાજુભાઈ કુંડલીયા, પ્રશાંત ગોહેલ, ભુપતભાઈ વશરા અને ધવલભાઈ ગોહેલે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છના હજારો એવા લઘુ ઉધોગો છે જે નિકાસ થઈ શકે તેવી અનેક પ્રોડકટ બનાવે છે પરંતુ વિદેશમાં અનેક દેશોમાં માર્કેટીંગ માટે ફરવું, ગ્રાહકો શોધવા તેમના માટે કઠિન હોય છે. ખર્ચની દ્રષ્ટિએ પણ ના પોસાય અને સમય પણ ખુબ જોઈએ. આ પરિસ્થિતિના ઉકેલ સ્વરૂપે સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન ૨૦૧૫થી રાજકોટ ખાતે શરૂ કરવામાં આવ્યું અને સતત ૪ વર્ષના આયોજનના ફળ સ્વરૂપે કરોડોનો નિકાસ વેપાર શકય બન્યો છે. છેલ્લા ૪ વર્ષમાં લગભગ ૪૦ દેશોના ૮૦૦ કરતા વધુ બિઝનેસમેન રાજકોટ આવી ચુકયા છે.

હેલ્થકેર, ફાર્માસ્યુટીકલ્સ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદિક દવાઓ અને કોસ્મેટિકસ, ગાર્મેન્ટસ અને ટેકસટાઈલ્સ, અગ્રિકલચરલ ઈકવીપમેન્ટસ, ફર્ટિલાઈઝર અને પેસ્ટીસાઈઝ, ક્ધસ્ટ્રકશન મશીનરી અને સાધનો, સિરામિકસ અને સેનેટરીવેર, બેરીંગ, ટુલ્સ, મશીનરીઓ, ઈમીટેશન જવેલરી, બુટ ચપ્પલ સહિત અનેક પ્રોડકટસ માટે ખુબ જ મોટું માર્કેટ આફ્રિકન દેશો સુદાન, ઝામ્બિયા, ડીઆરકોન્ગો, રિપબ્લિક ઓફ કોંગો, લેસોથો, નાઈજીરીયા, સેનેગલ, ટોગો, બુર્કિના ફાસો, મોઝામ્બિક, માડાગાસ્કર, ધાના, તાન્ઝાનિયા, યુગાન્ડા, કેન્યા, રવાન્ડા, ગાંબીયા, ઈથોપિયા, ઓમાન, મોરેશિયસ અને સાઉથ એશીયન દેશો જેવા કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભુતાન નેપાળમાં મળી શકે તેમ છે.

મેડિકલ ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે ખાસ વિદેશી ડેલિગેટસ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે. બેરોજગાર યુવાનો માટે વીએન કન્સલ્ટન્સીના સહયોગથી જોબ અને એજયુકેશન ફેરનું પણ ૩ દિવસ દરમ્યાન કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા મિશન ૨૦૨૫ અંતર્ગત ૨૦૧૫ થી ૨૦૨૫ દરમ્યાન શરૂ થયેલ આ દેશી મેળામાં વિદેશી વેપારના સિદ્ધાંતને તમામ જિલ્લા મથકો સુધી લઈ જઈને દરેક જિલ્લામાં આવા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાઓ યોજાય અને વિદેશી ગ્રાહકો આવે અને નિકાસ વૃદ્ધિ થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.

vlcsnap 2018 12 21 13h22m02s650

આ શોમાં ભાગ લેનાર લઘુ ઉધોગો કે જેઓ ઈએમઆઈ હેઠળ અથવા ઉધોગ આધાર ઉત્પાદન હેઠળ રજીસ્ટર થયેલ હોય તેમને સબસીડી મળવાપાત્ર છે. રાજકોટ ખાતે આગામી ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ પ દિવસ માટે આ વેપાર મેળો એન.એસ.આઈ.સી.સેન્ટર, આજી વસાહત, ૮૦ ફુટ રોડ, અમુલ સર્કલ ખાતે યોજાશે. આ ઈવેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા બિઝનેસમેનને પ્રેસીડેન્ટ.એસવીયુએમ. જીમેલ.કોમ અથવા વોટસએપ નંબર ૯૧૮૧૨૮૪૧૧૪૫૬ ઉપર સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળ, ૩૦૪ રજત કોમ્પ્લેકસ, સરદારનગર મેઈન રોડ, રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.