સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ આયોજીત મેળાની ૨૦ દેશોનાં ૧૦૦ બિઝનેસમેનો મુલાકાત લેશે: ટેકસટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની આપશે હાજરી
ડિફેન્સનાં સાધનોનાં ઉત્પાદન અંગેનો માર્ગદર્શન સેમિનાર અને વિદેશી ડેલીગેટસ માટે મેડિક્લ ચેકઅપ કેમ્પનું આયોજન
રાજકોટમાં આજી વસાહત ખાતે આવેલા એન.એસ.આઈ.સી. સેન્ટર ખાતે ૧જુલાઈથી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિદિવસીય મેળામાં ૨૦ દેશોનાં ૧૦૦થી વધુ બિજનેસમેનો આવશે તેમજ મેળાની કેન્દ્રના ટેકસટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની હાજરી આપશે. આ અંગે વિસ્તૃત વિગત આપવા એકઝીબીશન કમીટીનાં ચેરમેન મહેશ નગદીયા, દિનેશભાઈ વસાણી, પ્રશાંત ગોહેલ અને ધનલ ગોહેલે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
વ્યવસાય વૃધ્ધિની સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ ત્રિવિધ તક પૂરી પાડતા આ આયોજનમાં અનેક સંગઠનો જોડાયા છે. બ્રિયન કન્ટ્રી પાર્ટનર છે. જયારે જર્મન સરકારની સંસ્થા જીઆઈઝેડ ઈનોવેશન પાર્ટનર છે.ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ, કૃષિવિભાગ, પર્યટન વિભાગ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, ઈન્ડેકસ બી, ગુજરાત એગ્રો, ગુજરાત ટુરીઝમ, ગુજરાત ઈન્ફોરમેટીકસ, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ સહિતના નિગમો પણ સહયોગ આપી રહ્યા છે. સ્મૃતિ ઈરાની ભારત સરકારના ટેકસટાઈલ મંત્રી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ શો.ના ઉદઘાટન માટે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીને નિમંત્રણ આપવામાં આવેલ છે.મેડિકલ ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે ખાસ વિદેશી ડેલીગેટસ માટે મેડિકલ ચેક અપ કેમ્પ રાખવામાં આવેલ છે.
તાજેતરમાં ગુજરાત ફોર ડિફેન્સ ફોરમની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત ડિફેન્સના પાટર્સ અને સાધનોનું ઉત્પાદન કરવામાં ગુજરાત સિંહ ફાળો આપી શકે તે હેતુથી ગુજરાતના ઉદ્યોગોને પ્રોત્સાહન પૂ‚ પાડવામાં આવશે. રાજકોટ ખાતેનાં એસવીયુએમ ૨૦૧૮ આંતર રાષ્ટ્રીય વેપાર મેળામાં માર્ગદર્શન સ્ટોલ રાખવામાં આવશે.
જેમાં નિષ્ણાત વ્યકિતઓ અને ફિકકી, સીઆઈઆઈ એસોચેમ, ગુજરાત ચેમ્બર સહિતની અનેક સંસ્થાઓનાં હોદદારો ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે ડિફેન્સના પાટર્સ કે સાધનો બનાવવામાં રસ ધરાવતા ઉદ્યોગપતિઓને ૩ દિવસ દરમ્યાન સ્ટોલની મુલાકાત લઈને માહિતી મેળવી શકશે તા ૨ જુલાઈના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી ડિફેન્સના પાટર્સ કે સાધનો બનાવવા અંગેની વિસ્તૃત જાણકારી આપતો સેમીનાર પણ રાખવામાં આવેલ છે. આ સેમીનારમાં પણ નિષ્ણાંત વ્યકિતઓ માર્ગદર્શન આપશે.
જેમ્સ એન્ડ જવેલરી એસો. દ્વારા ત્યાં રાજકોટની માર્કેટની વિશેષતાઓ અંગે એક આર્ટ ગેલરી દ્વારા જાણકારી આપવામાં આવશે.બેરોજગાર યવાનો માટે વીએન ક્ધસલ્ટન્સીના સહયોગથી જોબ અને એજયુકેશન ફેરનું પણ ૩ દિવસ દરમ્યાન કરવામાં આવેલ છે.
સંસ્થા દ્વારા મિશન ૨૦૨૫ અંતર્ગત ૨૦૧૫ થી ૨૦૨૫ દરમ્યાન શ‚ થયેલ આ દેશી મેળામાં વિદેશી વેપારના સિધ્ધાંતને તમામ જિલ્લા મથકો સુધ લઈ જઈને દરેક જિલ્લામાં આવા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાઓ યોજાય અને વિદેશી ગ્રાહકો આવે અને નિકાસ વૃધ્ધિ થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.
આ શોમાંભાગ લેનાર લઘુઉદ્યોગો કેજેઓ ઈએમઆઈ-૨ હેઠળ અથવા ઉદ્યોગ આધાર ઉત્પાદન હેઠળ રજીસ્ટર થયેલ હોઈ તેમને સ્ટોલની કિમંતમાં ૫૦% સુધીની સબસીડી મળવા પાત્ર છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા બિજનેસમેનને વોટસઅપ નં. ૯૧૮૧૨૮૪૧૧૪૫૬ ઉપર સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ, ૩૦૪ રજત કોમ્પ્લેક્ષ, સરદારનગર મેઈનરોડ રાજકોટનો સંપર્ક કરવો.