ઇન્ટરનેશનલ શોટોકન કરાટે યુનિયન ઇન્ડિયા તથા સૌરાષ્ટ્ર યુનિવસીટી દ્વારા આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પીયનશીપનું આયોજન થયું છે. જેમાં ૧૩૫ વિઘાર્થીઓએ દાવપેચ આજમાવ્યા હતા.
આ કાર્યક્રમ અંગે પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે કહ્યું હતું સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણએ અતબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિ. નું ઇન્ડોર સ્ટેડીયમ નેશનલ લેવલનું સ્ટેડીયમ છે. અહિં બાસ્કેટ બો, લોન ટેનીસ, કબડ્ડી, એવી ઘણી બધી રમતો માટેનું સ્ટેડીમ બનાવવામાં આવ્યું છે. જેમાં જૂડો અને કરાટેનીરમત રમાઇ હતી. જેમાં ગુજરાભરના તમામ સ્કુલોના વિઘાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
લગભગ ૧પ૦ થી પણ કરાટેના ખીલાડીઓએ પોતાનું કરતબ દેખાડયું હતું. અને આ સૌરાષ્ટ્ર યુનિ.નું સદભાગ્ય છે અને જયારે સ્ટેડીયમ ફ્રી હોઇ ત્યારે સ્ટેટ લેવલની રમતો રમાઇ માત્ર ટોકન દરે રૂપિયા લઇને ઘણા બધા જીલ્લાઓમાંથી વિવિધ ટીમો આવી રહી છે. લોકોનું માનવું છે કે કરાટે બહારની રમત છે, પરંતુ હકીકતે તે ભારતની પૌરાણીક રમત છે. કરાટે અને જૂડો તે સ્વરક્ષણ અને ઉર્જાને જાગૃત કરવાનું પણ એક પ્રયાસ છે. કોન્ફીડન્સ પણ વધારે છે. બાળકો પોતાનું જીવન લેપટોપમાંથી બહાર કાઢવાની જરુર છે. અને દેશના વિકાસમાં અગ્રેસર થવાની જરુર છે. સૌરાષ્ટ્ર યુનિ. ના રપ એકરની જે સ્પોટર્સ કોમ્પલેકસ બનાવ્યું છે તે ભાગ્યે જ બીજી યુનિ.માં હશે.
શિહાન મહોમદ (શોટો કોન કરાટે યુની.ના ચીફ ઇન્સ્પેકટર)એ કહ્યું હતું કે આ ખુબ જ સારુ આયોજન છે. અને આ રમતમાં મને ટેકનીકલ ડાયરેકટરની પદવી અને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. અને આ રાજકોટ સહીત અન્ય ગામોના વિઘાર્થીઓ માટે ખુબ જ સારો દિવસ અને ઉત્સાહ સભર દિવસ છે. કરાટે એ ખુબ જ સારી આર્ટ છે.અને આ વખતે આ આર્ટને ઓલમ્પીકમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. જે ૨૦૨૦ ઓલ્મપીકમાં ભારતીય ખેલાડીઓ કરાટેનું કરતબ દેખાશે. સૌરાષ્ટ્ર યુનિ.ના ઇન્ડોર સ્ટેડીમ ખાતે યોજાયેલી આ રમતમાં કુલ ૧૩પ જેટલા વિઘાર્થીઓએ ભાગ લીધો છે જે એક સરાહનીય વાત કહી શકાય.