આંતરરાષ્ટ્રીય સાયન્સ સિમ્પોઝિયમના મુખ્ય વકતા પ્રો. ગુન્નર હેન્સન માર્ગદર્શન આપશે

શહેરની નામાંકીત મલ્ટી ફેકસ્ટી ક્રાઇસ્ટ કોલેજ દ્વારા આગામી તા.8 થી અને 9 એપ્રીલ 2021 ના રોજ વિજ્ઞાન અને તકનીકીના તાજેતરમાં પ્રવાહો ઉપર ઓનલાઇન આંતરરાષ્ટ્રીય સાયન્સ સિમ્પોઝિયમ યોજવામાં આવનાર છે. જેમાં દેશભરમાં વિવિધ કોલેજો તથા યુનિવર્સિટીઓના યુ.જી. પી.જી. રિસર્ચ સ્કોલેર્સ અને પી.એચ.ડી. વિઘાર્થીઓ ભાગ લેનાર છે. આ સિમ્પોઝિયમમાં તેઓ પોતાના સંશોધનો છે પોસ્ટ અને ઓરલ પ્રેજન્ટટેશનના માઘ્યમથી રજુ કરશે.

આ આંતરરાષ્ટ્રીય સાયન્સ સિમ્પોઝિયમમાં નોબલ લોરિયટ પ્રોફેસર પીટર ડોહર્ટી હાજર રહેશે. જેઓ 1996ના ફિઝિયોલોજી અને મેડીસીન, ના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારથી સન્માનીત રહી ચુકયા છે. તેઓ વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ઇમ્યુનોલોજિસ્ટ અનેવાઇરોલોજિસ્ટ છે. જેઓ આ આંતરરાષ્ટ્રીય  સાયન્સ સિમ્પોઝિયમ દરમિયાન કોવિડ-19 પરના પ્રશ્ર્નોતરી સત્રને સંબોધિત કરશે. આ સંદર્ભે અમો કોવિડ-19 અને તેનાથી સંબંધિત મુદાઓ પર સહભાગીઓના પ્રશ્ર્નો આમંત્રિત કરીએ છીએ.

આંતરરાષ્ટ્રીય સાયન્સ સિમ્પોઝિયમ ના મુખ્ય વકતા પ્રોફેસર ગુન્નર હેન્સન મેડીકલ બાયોકેમિસ્ટ્રીના ફીલ્ડમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક છે તેઓ મ્યુસીન બાયોલોજી ગોથેનબર્ગ યુનિવસિર્ટ  સ્વીડન ના વડા છે. તેમનું મુખ્ય સંશોધન આરોગ્ય અને રોગમાં મ્યુસીનની ભૂમિકાને સમજવાની છે. તબીબી સંશોધનના ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠ સિઘ્ધીઓ માટે તાજેતરમાં તેમને સિરાફાઇમર ઓડેન્સ રિબન રોયલ સ્વીડીશ કિંગ મેડલથી નવાજવામાં આવ્યા છે.

મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી, અતિથિવિશેષ પદે ડો. મેહુલભાઇ રૂપાણી ડીન વિજ્ઞાન વિઘાશાળા અને ડો. ગીરીશભાઇ ભીમાણી અધરધેન ડીન વિજ્ઞાન વિઘાશાખા ઉ5સ્થિત રહેશે.

આ સમગ્ર આયોજનમાં રાજકોટ ધર્મપ્રાતના ધર્માઘ્યક્ષ બિશપ જોસ ચિટ્ટોપેરમ્બિલ ના અઘ્યક્ષ સ્થાને કેમ્પસ ડિરેકટર ફાધર ડો. જોમોન થોમનાની કુશળ આગેવાની અને આચાર્ય ડો. ઇવોન ફર્નાન્ડિઝ માર્ગદર્શન પુરુ પડી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.