Gir somnath: 2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમ્રગ ભારતમાં સ્વચ્છતા ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા-2024 ના ભાગરૂપે તેમ જ સ્વચ્છ ભારત મિશન ના 10માં વર્ષની ઉજવણી નિમિત્તે તા.10 સપ્ટેમ્બર 2024 થી તા.2 ઓક્ટોબર 2024 સુધી “સ્વચ્છતા પખવાડિયું”ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસો ને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે 21 સપ્ટેમ્બર એટલે ઇન્ટરનેશનલ કલીન અપ દિવસ નિમીતે વેરાવળ ની ચોપાટી પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ છે. જેમા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ના અધીકારીઓ, ફીશ ઉધોગપતિઓ, બાળકો અને સ્થાનીકૉ મોટી સંખ્યામા જોડાયા હતા. તેમજ આજની આ સફાઇ આજ પુરતી જ ન રહે અને કાયમી માટે રહે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આવી સુંદર ચોપાટી પર લોકો આવે છે અને કચરો નાખવાનુ બંધ કરે અને આ અભિયાન મા કાયમી જોડાય તેવી પણ અપીલ કરાઇ હતી. GIDCમાં આવેલ કંપનીમાંથી આવતી માછલીની દુર્ગંધ ઓછી થાય તેના માટે દરેક કંપની ધારકો મહેનત કરી રહ્યા છે અને જરુરી સાધનોનો ઉપયોગ શરુ કરી તેના પર કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પ્લાસ્ટીકનુ પ્રદુષણ દરીયામા ન થાય તે માટે શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પધૉ મા પણ ભાગ લીધો હતો અને આજરોજ આ તમામ બાળકો પણ સ્વચ્છતા અભિયાન મા 500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા .