આઇસીસીના વિદેશી નિષ્ણાતોએ કરાચીમાં સલામતી વ્યવસ્થાની ચકાસણી કરી હતી કે જ્યાં આવતા મહિને પાકિસ્તાનની લીગની ફાઈનલ મેચ રમાનાર છે. કરાચીમાં નવ વર્ષના ગાળા પછી (૨૦૦૯ના આતંકવાદી હુમલા પછી) આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની ત્રીજી સિઝનનો ૨૨ ફેબ્રુઆરીથી સંયુક્ત આરબ અમિરાતમાં પ્રારંભ થઈ રહ્યો છે અને પાકિસ્તાનમાં ૨૦-૨૧ માર્ચે સ્પર્ધાની બે નોક-આઉટ તથા ૨૫ માર્ચે કરાચીમાં સૂચિત ફાઈનલ મેચ રમાશે. સિક્યુરિટીના નિષ્ણાત રેગ ડિકેસન અને રિચર્ડ ડેનિસે કરાચીમાં ફાઈનલ મેચ માટેની બધી તૈયારીને નિહાળી હતી તથા રાષ્ટ્રના સુરક્ષા અધિકારીઓ અને સરકારી સત્તાધીશો જોડે ચર્ચા કરી હતી. બંનેનો અહેવાલ ફાઈનલ મેચ યોજવા માટે કરાચીના દાવા મજબૂત કરશે.