ઇજીપ્તથી હેરોઇનનો જથ્થો આવનાર જહાજના કેપ્ટને પોતાના બે મિત્રોને ડ્રગ્સ વેચવા જવાબદારી સોંપી અને મિત્રો ગેમ કરી ગયા?!
ગત વર્ષ પોરબંદરના દરિયા કાંઠેથી ઝડપાયેલા રૂ ૬૦૦૦ કરોડનાં હેરોઇન પ્રકરણમાં ડ્રગ્સ વેચવા વાળાઓએ જ નાકોટીકસ વિભાગને બાતમી આપી મોટો જથ્થો પકડાવ્યો હોવાનો ખુલાસો પોલીસે કરેલા ચાર્જશીટ બાદ થયો છે.
બોલીવુડ થ્રીલર ફિલ્મને પણ ટકકર માટે તેવી આ ઘટનાની વિગતો જોઇએ તો ઇજીપ્તથી હેરોઇનનો અંદાજે ૬૦૦૦ કરોડનદ જથ્થો જહાંજમાં લઇને નીકળેલા જહાંજનાં કેપ્ટન સુપ્રિત તિવારીએ તેના મુંબઇ સ્થિત મિત્ર સૌદ અસ્લમ પટેલ અને સુલેમાન ભદેલાને ડ્રગ્સનો જંગી જથ્થો વેચવા જણાવ્યું હતું બીજી તરફ જહાજનો કેપ્ટનનો બન્ને મિત્રોએ ડ્રગ્સ વેચવાને બદલે આ માહીતી જો નાર્કોટીકલ વિભાગને આપવામાં આવે તો મોટું ઇનામ મળે તેમ હોવાનું જણાતા બન્નેએ નાર્ગેટીકલ વિભાગને બાતમી આપી અંદાજે ૧૮ કરોડ રૂપિયાનું ઇન્કમ મેળવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
બીજી તરફ પોલીસે ૬૦૦૦ હજાર કરોડના આ જંગી જથ્થામાંથી અંદાજે ૧૫૦ કરોડનું હેરોઇન મંગાવનાર વિશાલ યાદવે આ જથ્થો મુંબઇ અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા લોકો માટે મંગાવ્યો હતો પોલીસ તપાસમાં ખુલાસો થતાં પોલીસે તપાસણી કુલ ૧૩ આરોપીઓના નામ ખોલી જહાંજનાં કંપની સુપ્રીમ તિવારી, ક્રુ મેમ્બર સંજય યાદવ, અનુરાગ શર્મા, દિનેશ કુમાર યાદવ, દેવેન કુમાર ઉપરાંત મુંબઇના ઇરફાન શેખ સહીતનાઓનાં નામ સાથેનું ચાર્જશીટ પોરબંદરની અદાલતમાં ફાઇલ કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે સાથીદારો ફરી ગયા બાદ ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ગાર્ડે દ્વારા બાતમી મુજબ પ્રિત નામના જહાજને શોધવા આકાશ પાતાળ એક કર્યો હતો. પરંતુ દાતીર દિમાગ ધરાવતા ડ્રગ્સ માફીયાઓએ મધદરિયે જ જહાંજનું નામ બદલી નાખ્યું હતું જો કે આમ છતાં કોસ્ટ ગાર્ડ દ્વારા હેરોઇન સાથેનું આ જહાંજ ઝડપી લેવાયું હતું.