રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશનની જબ્બર સફળતાના કારણે એવોર્ડ માટે થઈ પસંદગી

રાજકોટ શહેરના ટેકનોસેવી અને દુરંદેશી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અંગત રસ દાખવી તેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી “રાજકોટ સુરક્ષા કચવ એપ્લીકેશનને “આંતરરાષ્ટ્રીય પોલીસ એકસપો દ્વારા ટેકનોલોજી કેટેગરીનો “પોલીસ એકસીલેન્સ એવોર્ડ-૨૦૧૯ રાજકોટ શહેર પોલીસ કમિશનરને આપવાની જાહેરાત કરવામાં આવી છે.

“આંતરરાષ્ટ્રીય પોલીસ એકસપો” એ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં જુદા-જુદા દેશના પોલીસ અને આર્મ્ડ ફોર્સના પ્રતિનિધિઓ તેઓના ક્ષેત્રમાં થયેલા નવા સંશોધનો, ટેકનોલોજી સુધારાઓ, સાધન સામગ્રીઓ વિગેરેની આપલે કરે છે. જે થી વિશ્વ ના જુદા જુદા દેશની પોલીસને આવી ટેકનોલોજી અને સુધારાઓનો લાભ મળી શકે છે અને દેશની આંતરીક સુરક્ષાને ઉપયોગી ાય છે. આ “પોલીસ એકસીલેન્સી એવોર્ડ-૨૦૧૯ તા.૧૯-૭-૨૦૧૯ના રોજ દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય પોલીસ એકસપો કોન્ફરન્સમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને એનાયત કરવામાં આવ્યો છે.

“રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશન દ્વારા રાજકોટ શહેરના માાભારે ઈસમો (ટપોરી) કે જે શરીર સબંધી ગુન્હાઓ કરે છે તા એમ.સી.આર.વિગેરેનાઓને અવાર-નવાર ચેક કરતા ગુન્હાઓનો ઘટાડો થયેલ છે. જેમાં સને ૨૦૧૮ના વર્ષમાં ઘરફોડ ચોરીના ૫૧ ગુન્હા નોંધાયેલ હતા. જ્યારે ચાલુ વર્ષે ઘરફોડ ચોરીના ૩૮ ગુન્હા નોંધાયેલ છે. તેમજ સને ૨૦૧૮ના વર્ષમાં ચોરીઓના-૩૪૪ ગુન્હા નોંધાયેલ હતા. જ્યારે ચાલુ વર્ષે ચોરીઓના-૧૯૮ ગુન્હા નોંધાયેલ છે. તેમજ સને ૨૦૧૮ના વર્ષમાં શરીર સંબંધી-૧૫૬ ગુન્હા નોંધાયેલ હતા. જ્યારે ચાલુ વર્ષે શરીર સંબંધી-૧૩૦ ગુન્હા નોંધાયેલ છે. જે થી “રાજકોટ સુરક્ષા કચવ એપ્લીકેશન દ્વારા આવા ગુન્હાઓને ચેક કરતા ગુન્હાઓનું પ્રમાણ ઘટયું છે.

“રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશનની મદદી આરોપીને ચેક કરી જે તે સમયે ચેકિંગ દરમ્યાન શંકાસ્પદ ચીજવસ્તુઓ કે વાહન મળી આવતા તેઓને અટક કરવામાં આવેલ છે અને તેના આધારે બીજા ગુન્હાઓ પણ શોધી કાઢવામાં આવેલ છે. આ એપ્લીકેશનની મદદી જાણીતા ગુન્હેગારોના રહેણાંક સુધી સરળતાી પહોંચી શકયા છીએ. તેમજ આ એપ્લીકેશનની મદદ થી ક્રાઈમ મેપીંગ થઈ શકતો હોવાને કારણે ઘરફોડ ચોરી, સાદી ચોરી, લૂંટ જેવા મિલકત સંબંધી ગુન્હાઓ અંગેના સ્પોટ નક્કી કરી શકાય છે. તેમજ લોકેશન આધારીત એપ્લીકેશન હોવાને કારણે બીજા પણ ઘણા બધા ફાયદાઓ જેવા કે ચોક્કસ આરોપીને ક્યાં સમયે અને કઈ જગ્યાએ ચેક કરવામાં આવેલ છે તેની વિગત પણ મેળવી શકાય છે અને અન્ય પણ ઘણા બધા ફાયદાઓ આ એપ્લીકેશનમાં છે. “રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશનનો ભરપુર ઉપયોગ લોકસભાની ચૂંટણી દરમ્યાન આરોપીઓને ચેક કરવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ જેના પરિણામ સ્વરૂપે ચૂંટણી લક્ષી એક પણ શરીર સંબંધી ગુન્હો બનેલ નથી.

આ “પોલીસ એકસીલેન્સી એવોર્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે આપવામાં આવે છે અને આ ટેકનીકલ ક્ષેત્રનો “પોલીસ એકસીલેન્સી એવોર્ડ ગુજરાતમાં રાજકોટ શહેર પોલીસને પ્રથમ વખત મળેલ છે. ભારતીય તેમજ ભારત બહારની ઘણી બધી ઈન્વેસ્ટીગેશન સંસઓ “પોલીસ એકસીલેન્સી એવોર્ડ માટે નોમીનેટ યેલ હતી. પરંતુ માત્ર રાજકોટ શહેર પોલીસની પસંદગી આ “પોલીસ એકસીલેન્સી એવોર્ડ માટે કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.