વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિમાં પ્રખ્યાત એવી સુજોક થેરાપીની માતૃ સંસ્થા ઈન્ટરનેશનલ સુજોક એસો. દ્વારા દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. હાથના પંજામાં જ એકયુપ્રેશર, એકયુપંકચર, કલર થેરાપી, મેગ્નેટ થેરાપી, સીડ થેરાપી જેવી પધ્ધતિઓ વડે તિવ્ર અને ર્જીણ રોગોમાં ચમત્કારીક પરિણામો આપતી અને સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી સુજોક થેરાપીની આ કોન્ફરન્સમાં વિશ્ર્વભરનાં સુજોક થેરાપીના નિષ્ણાંતો ભાગ લે છે.
તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલ આ કોન્ફરન્સમાં સુજોક થેરાપીમાં વિવિધ ક્ષેત્રે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટના થેરાપીસ્ટ અને કાર્યક્રમ તેમજ પુસ્તક પ્રકાશન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાર્ય કરતી સંસ્થા મિશન જાગૃતમના ફાઉન્ડર ડાયરેકટર તપન પંડયાનેવિવિધ સરકારી કચેરીઓ, જ્ઞાતિ મંડળો, સોસાયટીઓ તેમજ સંસ્થાઓમાં આ થેરાપીની જાગૃતિ ફેલાવા બદલ આંતરરાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.