આજે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસના રોજ શ્રમ અને શ્રમિકોની યાદ કરવામાં આવે છે અને તેઓને માળખાગત સુવિધાઓ અને બીજા લાભ મળી રહે તે માટેના પ્રયાસો થાય છે. આ પ્રયાસો વચ્ચે પણ હજુ કયાંક કચાશ રહી જતી હોવાથી દિવસ રાત વેત‚ કર્યા બાદ પણ શ્રમીકોના જીવન ધોરણમાં સુધારો થતો નથી. પછી તે લારી કાઢતા મજૂર હોય કે પછી કારખાના સહિતના સ્થળોએ કાળી મજુરી કરનારા શ્રમીકો હોય.