ઉત્તરાયણના તહેવારના ચાર દિવસ અગાઉ જ રાજકોટના આકાશમાં રંગબેરંગી પતંગોની નયનરમ્ય રંગોળી સર્જાશે. ૧૦મી જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે ભવ્યાતીભવ્ય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે જેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના પતંગવીરો રાજકોટના મહેમાન બનશે.

રાજકોટ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને ઉજવણીઓમાં હંમેશા અગ્રેસર રહયું છે. રાજકોટ ખાતે આગામી તા. ૧૦મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.

રાજય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસનક્ષેત્રે આગવું સન પ્રાપ્ત થાય તે માટે  વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને ખાસ કરીને મહોત્સવોને રાજયના વિવિધ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવે છે. આ અભિગમ અન્વયે આગામી તા. ૧૦મી જાન્યુઆરીના રેાજ પ્રવાસન નિગમ દ્વારા રાજકોટ ખાતે તા તા.૧૧મી જાન્યુઆરીએ જેતપુર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયુ છે.

જેમાં વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની આગવી રંગબેરંગી પતંગોનું કલાનિદર્શન કરશે. આમ રાજકોટ અને જેતપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાશે, તેમ ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડાયરેક્ટર જેનુ દેવેનની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.