કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાની ખાસ ઉપસ્થિતિ
જેતપુર શહેર ખાતે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત ૩૦માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અતર્ગત પતંગોત્સવની ઉજવણી યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયાના અધ્યક્ષસ્થાને સંપન્ન કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા ૨૯ વર્ષથી પતંગોત્સવની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે છેલ્લા ૩ વર્ષથી તાલુકા કક્ષાએ નાના શહેરોમાં સરકાર દ્વારા આયોજન કરીને રાજયના જુદા જુદા વિસ્તારના લોકોને આ ઉત્સવનો લાભ મળે એવા હેતુથી તાલુકા લેવલના શહેરોમાં આયોજન થઈ રહ્યુ છે જેના ભાગરૂપે આજે જેતપુર શહેર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આપણા ભારતદેશ ના કેરલા- ૪. પંજાબ -૩. રાજસ્થાન -૮. તમિલનાડુ-૭. ઉત્તરપ્રદેશ- ૭. ઉત્તરાખંડ,-૫. કુલ ૭ રાજ્યો ના ૩૧ ઉપરાંત વિદેશી દેશો જેવા કે.. ફ્રાંસ -૪. ઇજરાઈલ ૬.ઈટલી ૫. કેન્યા-૨. કોરિયા-૪. કુવેત-૩. લીથુનીઆ -૭. મલેશિયા-૫. મેક્સિકો-૨. ઈન્ડોનેશિયા-૪. એમ કુલ ૧૨ વિદેશ ના ૪૮. ગુજરાત ના ૬.પતંગબાજો એ તેની વિવિધ કલાકૃતિ વાળી મહાકાય રગબેરાંગી પતંગોને જેતપુરના આકાશમાં સજાવી આકાશને સપ્તરંગીન બનાવી દીધું હતું.