- કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારી: સ્થળ વિઝીટ કરતા પદાધિકારીઓ અને અધિકારીઓ
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું રાજકોટ ખાતે આગામી રવિવારના રોજ સવારે 9 કલાકે, ધર્મેન્દ્રસિંહજી કોલેજ(ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરેલ છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025માં ગ્રીસ,ઈટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામ સહિત વિવિધ દેશો તથા ભારતના પંજાબ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોના પતંગવીરો ભાગ લેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025ના અનુસંધાને આયોજન અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025ના અનુસંધાને આયોજન અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષદંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ અધિકારીઓ નાયબ કમિશનર હર્ષદ પટેલ, આસી.કમિશનર બી.એલ. કથરોટિયા, દિપેન ડોડીયા, સિટી એન્જી.અતુલ રાવલ, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, રોશની વિભાગના સિટી એન્જી.બી.ડી.જીવાણી, મેનેજર કે.બી.ઉનાવા, મનિષ વોરા, એન્કોંચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ આરોગ્ય અધિકારી હાર્દિક મેતા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, ગુજરાત પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ, વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ સાથે પતંગ મહોત્સવ સ્થળની મુલાકાત કરવામાં આવી જેમાં, મુખ્ય સ્ટેજ, સાઉન્ડ, એન્ટ્રી પોઈન્ટ, વી.આઈ.પી. પાર્કિંગ, જનરલ પાર્કિંગ, પતંગવીરોના સ્ટોલ, ડાયસ કાર્યક્રમ, પ્રેસ-મીડિયા વ્યવસ્થા, સલામતી બંદોબસ્ત, સફાઇવગેરે બાબતોનું રીવ્યું કરવામાં આવ્યું તેમજ અધિકારીઓને તથા વિવિધ કામની એજન્સીના પ્રતિનિધિઓને સુચના આપવામાં આવી અને કાર્યક્રમ ખૂબ સફળ થાય તે મુજબ કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.