રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આજે રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ કરવામાં આવ્યું હતુ.
પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા,બેલાસુર, બેલ્જિયમ, બ્રાઝિલ, કંમ્બોડિયા, કેમન, ચીલી, ચીન, કોલમ્બિયા, ક્રોએશિયા સહિતના દેશોના ૧૫૮ પતંગબાજોએ ભાગ લીધો હતો આ તકે મેયર બિનાબેન આચાર્ય ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન પાણી, ડે. મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા ઉપસ્થિત રહ્યા હતા