નેશનલ ગેમ્સ-2022: વાહ…ગુજરાત…વાહ….વાહ…રાજકોટ….વાહ

મે એશિયન ગેમ્સમાં જોયું હતું એ પ્રમાણે જ થયું છે, બહુ જ સારૂ આયોજન કરવામાં આવ્યું છે: શ્ર્વેતા ખત્રી

રાજકોટનાં યજમાન પદે નેશનલ ગેમ્સ-2022ની હોકી અને સ્વિમિંગની ઈવેન્ટ્સ રમાઈ રહી છે. જેમાં જુદાજુદા રાજ્યોની હોકી ટીમો અને સ્વિમિંગમાં વ્યક્તિગત સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને વોટર પોલો ટીમના ખેલાડીઓ પોતાનું કૌવત દર્શાવી રહયા છે. રાજકોટના મહેમાન બનેલા આ તમામ એથ્લેટ્સ અને સ્પોર્ટસ ઓફિશિયલ્સ તથા અન્ય મહાનુભાવો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રહેવા, જમવા અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપરાંત સ્પોર્ટસ વેન્યુ લગત જુદીજુદી તૈયારીનું સંકલન અને આનુષાંગિક વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારતીય મહિલા હોકી ટીમ વતી આંતરરાષ્ટ્રીય મેચ તેમજ ઓલિમ્પિકમાં રમી ચૂકેલી ખેલાડીઓએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આયોજનની મુકત કંઠે સરાહના કરી છે જે રાજકોટ મનપાના તંત્ર અને રાજકોટ શહેર માટે ગૌરવની વાત છે. એશિયન ગેમ્સમાં રમી સિલ્વર મેડાલીસ્ટ ભારતીય મહિલા હોકી ટીમની શ્વેતા ખત્રીએ તો ત્યાં સુધી  કહ્યું કે, “મે એશિયન ગેમ્સમાં જોયું હતું એ પ્રમાણે જ થયું છે. બહુ જ સારૂ આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ થાય તેવી રીતે જ આયોજન કરવામાં આવ્યું છે.

જેથી ખેલાડીઓને ઘણું સારો સંદેશ જાય છે. સંપૂર્ણ ભારતમાં એવો સંદેશ જાય છે કે આ મોદીજીનું શહેર છે. જે રમતને આટલું મહત્વ આપે છે ખેલેગા ઈન્ડિયા.. ગુજરાતના બાળકોને સંદેશો આપવા માંગે છે કે રાજકોટના કોર્પોરેશન દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જમવા, રહેવા, આવવા-જવા ની વ્યવસ્થા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. અમે ઈચ્છીએ છીએ કે આ જોઈને દરેક રાજ્ય આ પ્રકારનું આયોજન કરે તો ભારત એક દિવસ નંબર 1 જરૂર બનશે.”

હરિયાણા અને ભારત ટીમની કપ્તાન અને ગોલકિપર સવિતા પૂનિયાએ કહ્યું હતું કે, ” આ મારી બીજી નેશનલ કેપ્ટન ગેમ છે. રાજકોટમાં આ ટુર્નામેન્ટ થઇ રહી છે. એક ખિલાડી તરીકે એ જ કહી શકુ કે સમયની સાથે ચીજો બદલાતી રહે છે. અને અહી ઘણી વ્યવસ્થીત રીતે બધુ છે. ખુબ સારી સુવિધા અમને મળી રહી છે જ્યારે અમે રમવાનું ચાલુ કર્યું હતું ત્યારે આ બધું આવું નહતું પરંતુ સમયની સાથે ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. અમે રાજકોટ, ગુજરાતમાં જ્યારે અમે ઘરેથી આવ્યા ત્યારે ઘણી સારી રીતે અમારું સ્વાગત કરવામાં આવ્યું તેનાથી ખિલાડીને એક પ્રેરણા મળે છે એ ખુશ થાય છે કે તે એક સારી જગ્યાએ છે.

ભારતીય હોકી ટીમની ખેલાડી મોનિકા મલિકએ પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે, “મારૂ નામ મોનિકા મલિક ભારતીય હોકી ટીમ ની ખેલાડી છું. તાજેતરમાં તમે લોકોએ જોયું હશે કે ઓલમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ મળ્યો તે ટીમનો હું ભાગ રહી છું. અમને ઘણો આનંદ છે કે ભારતીય મહિલા હોકી ટીમ અને મહિલાઓએ આપણા દેશનું નામ રોશન કર્યું છે. દરેક મોટી ટુર્નામેન્ટમાં કોઈને કોઈ મેડલ મેળવ્યો છે. તે મહિલા હોકી ટીમ માટે ઘણી સારી શરૂઆત છે. અમે રાજકોટ નેશનલ ગેમ્સ રમવા આવ્યા છીએ અને હરિયાણા ટીમ તરફથી આ મારી પ્રથમ નેશનલ ગેમ્સ છે. અહિંયા રેલ્વે સ્ટેશન પર આવ્યા ત્યારે અમારૂ ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું તથા અહીના ગરબા અમને ખૂબ પાસંદ આવ્યાં. અમે અહીની રહેવાની, જમવાની, આવવા-જવાની વ્યવસ્થાથી ખૂબ ખુશ છીએ.

અન્ય એક હોકી ખેલાડી નવનીત કૌરએ જણાવ્યું હતું કે, “મારૂ નામ નવનીત કૌર છે. અહીં આવીને મને બહુ સરસ લાગ્યું. અહીં બહુ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું. યુવાઓ માટે એ સંદેશ છે કે સખત મહેનત ચાલુ રાખે અને પોતાના પ્રદર્શન પર ધ્યાન આપે. ભવિષ્યમાં પણ તેઓ સારૂ જ પ્રદર્શન કરશે.”

આંતરરાષ્ટ્રીય હોકી પ્લેયર, ઓલિમ્પિયન નેહા ગોયલે કહ્યું હતું કે, “હું નેહા ગોયલ, આંતરરાષ્ટ્રીય હોકી પ્લેયર અને ઓલમ્પિયન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને અમારૂં ઘણું જ સારું સ્વાગત કર્યું છે. અહી આવીને ઘણું સારું લાગી રહ્યું છે અને રહેવાની સારી વ્યવસ્થા કરી છે. અહી હોકીનું મેદાન જોઈને એવું લાગી રહ્યું છે કે અમે ઓલિમ્પિક રમવા આવવા હોઈએ અને અમે આગળ સારૂ રમીયે અને ફાઈનલ રમીને જઈએ.

એશિયન ગેમ્સ સિલ્વર મેડાલીસ્ટ ભારતીય ટીમની સભ્ય શ્ર્વેતા ખત્રીએ એમ કહ્યું હતું કે, “હું એશિયન ગેમ્સ સિલ્વર મેડાલીસ્ટ ભારતીય ટીમની સભ્ય રહી છુ. જે રીતે આ નેશનલ ગેમ્સનું આયોજન કર્યું છે તે જે મે એશીયન ગેમ્સમાં જોયું હતું એ પ્રમાણે જ થયું છે. બહુ જ સારૂ આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ થાય તેવી રીતે જ આયોજન કરવામાં આવ્યું છે. જેથી ખેલાડીઓને ઘણું સારો સંદેશ જાય છે. સંપૂર્ણ ભારતમાં એવો સંદેશ જાય છે કે આ મોદીજીનું શહેર છે. જે રમતને આટલું મહત્વ આપે છે ખેલેગા ઈન્ડિયા.. ગુજરાતના બાળકોને સંદેશો આપવા માંગે છે કે રાજકોટના કોર્પોરેશન દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.

“હરિયાણા હોકી ખિલાડી ઉદિતાએ એમ કહ્યું હતું કે, “મારૂ નામ ઉદિતા છે અને હું હરિયાણા હોકી ખિલાડી છું. હું ગુજરાતમાં પ્રથમ વખત આવી છુ અને અહી આવીને મને ઘણું સારું લાગી રહ્યું છે. ગુજરાતનો જે અતિથિ સત્કાર છે જે સુવિધાઓ ખિલાડીઓને આપવામાં આવી છે રહેવાની જે સુવિધા છે ને ખિલાડીઓ માટે જે વાતાવરણ છે એ ઘણું સારૂ છે અને અમારું લક્ષ્ય ગોલ પુરો કરવાનું છે. અને બીજા ખિલાડીઓને ઓલ ધ બેસ્ટને કીપ હાર્ડ વર્ક.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.