આપણે સૌ હંમેશા ખુશ રહેવા માંગીએ છીએ , આપણે કઈ પણ કરીએ છીએ તેનો ઉદ્દેશ ખુશી મેળવવાનો હોય છે . આપણે વાંચીએ છીએ , ગીત ગાઈએ છીએ , કોઇની મદદ કરીએ છીએ , દાન કરીએ છીએ અને કંઈક ભેગું પણ કરીએ છીએ પણ આ તમામની પાછળનો આપણો અંતિમ ઉદ્દેશ ખુશ રહેવાનો છે .
વ્યવહારના વૈજ્ઞાનિકોએ આપણે કેવી રીતે ખુશ રહી શકીએ અને કેવી રીતે નહીં ? તેની પર ઘણું બધુ રિસર્ચ કરેલું છે . ખુશી આપણી સારી હેલ્થ અને લાંબી જીંદગી તરફ લઇ જય છે પણ આ કોઈ સામન્ય વાત જેવી વાત નથી . તમારે ખુશી બનાવવી પડસે અને ખુશ રહેવું પડસે દરેક વ્યક્તિમાં પોતાના વર્તનમાં , સબંધોમાં , અને વાતાવરણમાં નાના – નાના પરિવર્તનો લઈ આવીને ખુશ રહેવાની શક્તિ છે.
મન : – ખુશી હંમેશા અંદરથીજ આવે છે . આપણે નકારાત્મક વિચારોથી દૂર રહેવું પડસે . દરેક માણસની માનસિકતા બીજા સાથે સરખામણી કરી નકારાત્મક અનુભવોને વગોડવાની સકારાત્મક અનુભવોની સરખામણીમાં હોય છે . એનો મતલબ એ છે કે તમારે તમારા મનને નકારાત્મક વિચારોથી દૂર રાખવા સખત રીતે તૈયાર કરવું પડસે.
શ્વાસ પર અંકુશ:- પ્રયત્નો વડે તમારા દર્દી જેવા માનસિક તણાવ , ટેન્સન , સ્ટ્રેસ , વગેરે ઓછું કરી શકાય.
મહતમતાનો પ્રયત્ન ; – તમારી આજુબાજુ પોસિટિવ વિચારવાળા લોકોને રાખો અને તમે પણ પોસિટિવ વિચાર રાખો જેથી તમને મદદ મળશે.
હેપી કમ્યુનિટિ સાથે રહો : – તમે જ્યાં રહો છો તેની તમારી ખુશી પર બહુ જ અસર થાય છે . જો તમે કોઈ જગ્યાએ ફિટ નથી થઈ શકતા તો નવી – નવી જગ્યા પર રહો.
પર્યાવરણ સાથે સમય પસાર કરો : – પર્યાવરણ સાથે સમય પસાર કરવાથી તમારો મૂડ સુધરી શકે છે.