એરપોર્ટ જેવી તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે
રાજકોટથી ૨૭ કિ.મી. દૂર હિરાસર ખાતે નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું આજે વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત થવાનું છે. ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંયુકત ઉપક્રમે હિરાસર ખાતે ૨૫૩૪ એકર જમીનમાં ૨૦૨૧ સુધીમાં હાઈટેક ઈન્ટરનેશનલ એરપોર્ટ ધમધમતું થશે જે અંતર્ગત ગઈકાલે રાજકોટ એરપોર્ટ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના કલેકટર ડો.વિક્રાંત પાંડે અને એએઆઈના ચેરમેન ગુ‚પ્રસાદ મહાપત્રાએ હાજરી આપી હતી.
પત્રકાર પરિષદ સંબોધતા એએઆઈના ચેરમેન ગુ‚પ્રસાદ મહાપત્રાએ જણાવ્યું હતું કે, રાજય સરકારે હાલમાં ૭૨૦ એકર જમીન સોંપી છે તેમાં બાંધકામ શ‚ કરવામાં આવ્યું છે. તેનો રનવે ૧૦ હજાર ફૂટનો આપવામાં આવ્યો છે. વધુ વિમાનો દોડી શકે તે માટે વધુ ૧૫૦ એકરની જમીનની જ‚ર છે. જૂન ૨૦૨૧ સુધીમાં નવનિયુકત આંતરરાષ્ટ્રીય સ્તરના એરપોર્ટનું નિર્માણ થઈ જશે અને ધમધમતું થશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટથી ૨૭ કિ.મી.ના અંતરે બનનાર એરપોર્ટમાં મુસાફરોને દિલ્હી અને મુંબઈના એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ પ્રાપ્ત થશે અને આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવાથી રોજગારીની નવી તકો પણ મળશે અને ફલાઈટો પણ સરળતાથી મળી રહેશે. ‚ા.૧૪૦૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર એરપોર્ટમાં કુદરતી પ્રકાશનો વધુ ઉપયોગ કરવામાં આવશે. તેમજ રાજકોટ અને ગુજરાતની ઐતિહાસિક પ્રણાલી દર્શાવતી કૃતિઓથી સજ્જ એરપોર્ટ તૈયાર થશે. દર વર્ષે ૨૩ લાખ મુસાફરો ઉડાયન કરી શકશે અને ૬ વિમાન એક સાથે પાર્ક થઈ શકે તે મુજબનું આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ ૨૦૨૧ સુધીમાં તૈયાર થશે.