ભ્રષ્ટાચારથી દેશના અર્થતંત્રની સાથે ગરીબ લોકોને મોટો ફટકો પડે છે આઈએમએફ
ભ્રષ્ટાચારને રોકવા ૨૦ વર્ષ જૂની પોલીસીમાં ફેરફાર:આઈએમએફે નવી ગાઈડલાઈન જારી કરી
આજના સમયે ગરીબ વ્યકિત વધુને વધુ ગરીબ અને અમીર વ્યકિત વધુને વધુ અમીર બનતો જાય છે. જેની પાછળનું એક મુખ્યત્વે અને મૂળભૂત કારણ ભ્રષ્ટાચાર ગણી શકાય. સૌ પ્રથમ તો ભ્રષ્ટાચારના ભોરિંગને નાબુદ કરવા ગરીબી નાબુદ થવી અતિ આવશ્યક છે. ગરીબી નહિ હટે ત્યાં સુધી, ભ્રષ્ટાચાર હટાવવો અશકય છે. જયાં સુધી ગરીબ માણસોની પરિસ્થતી નહિ સુધરે ત્યાંસુધી ભ્રષ્ટાચારનું ભોરિંગ ચાલતું રહેશે માત્ર ભારતમા જ નહિ પણ વિશ્ર્વના તમામ દેશોમાં આ એક પાયાની જટીલ સમસ્યા છે. જેની સામે આઈએમ એફે પગલા લેવા પર ભાર મૂકયો છે.
વિશ્ર્વભરમાં ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઈએમએફ સક્રિય થયું છે. ભારતમા જેમ ભ્રષ્ટાચારનું ભોરિંગ ચાલી રહ્યું છે. તેમ વિશ્ર્વના અન્ય દેશોમાં પણ ભ્રષ્ટાચારના ગાબડાથી અર્થતંત્રને મોટો ફટકો પડી રહ્યો છે. ભારત સહિત તવિશ્ર્વના ૧૮૯ દેશોમાં ભ્રષ્ટાચારને નેસ નાબુદ કરવા આઈએફએફ સક્રિય થયું છે. આ માટે આઈએમએફે નવી પોલીસી ઘડી છે.
આઈએમએફનાં મેનેજીંગ ડીરેકટર ક્રીસ્ટાઈન લાગાડે તેમના નિવેદનમાં જણાવ્યું હતુ કે, ભ્રષ્ટાચારથી ગરીબ લોકોને વધુ ફટકો પડે છે. અને દેશના અર્થતંત્રને મોટુ નુકશાન પહોચે છે.જેની સામે કડક પગલા લેવા અને કડક નિયમો બનાવવા જરૂરી બન્યું છે. આ માટે દેશની એન્ટીકરપ્શન જોગવાઈઓમાં પણ સુધારા થવા જોઈએ.
આઈએમએફની આ નવી ગાઈડ લાઈન આગામી ૧લી જુલાઈથી લાગુ થશે. ઉલ્લેખનીય છેકે, પાછલા ૨૦ વર્ષના ગાળામાં પ્રથમ વખત આઈએમએફે ભ્રષ્ટાચારને નાથવા નવી ગાઈડલાઈન જારી કરી છે. આ નવી ગાઈડલાઈનની પ્રેરણા યુકેરીઈન ઓથોરીટીએ ભ્રષ્ટાચારને રોકવા લાગુ કરેલા ૧૭.૫ બીલીયન ડોલરના પ્રોજેકટમાંથી મળી છે. આઈએમએફે કરેલા વર્ગીકરણ અનુસાર, નવી ગાઈડલાઈનથી ભ્રષ્ટ્રાચાર ઈન્ડેકસ ૨૫ સુધી ઘટી શકે છે. અને દેશની આર્થિક વૃધ્ધી વધુ ઝડપથી થઈ શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com