આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ 15 જુલાઈ સુધી જળવાઈ રહેશે. DGCA દ્વારા શુક્રવારે ઈન્ટરનેશનલ એર ટ્રાવેલ સસ્પેન્ડ રાખવા અંગે જાણકારી આપી હતી. આ અગાઉ નાગરિક ઉડ્ડયન પ્રધાને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા જૂન-જુલાઈ સુધીમાં શરૂ કરવામાં આવી શકે છે.
DGCAના આદેશ પ્રમાણે આ નિર્ણયની અસર આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ તેમ જ વિશેષ વિમાની સેવા પર થશે નહીં. દેશમાં 25 મેથી ઘરેલુ ઉડ્ડયન સેવા શરૂ કરવામાં આવી છે. 21 મેના રોજ આ માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી.
— DGCA (@DGCAIndia) June 26, 2020