બાળ સભાગૃહોમાં બાળકોને મીઠાઇ ખવડાવી અને બાળ સંભાળ ગૃહોની સજાવટ કરાઇ
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર તથા માન. જીલ્લા કલેકટર આયુષ ચોકના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા સમાજ સુરક્ષા કચેરી, જલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલી તા. ૨૦-૧૧ આંતરરાષ્ટ્રીય બાળદિનની ઉજવણી જીલ્લામાં આવેલ તમામ બાળ સંભાળગૃહોમાં બાળકોને મીઠાી ખવડાવી અને બાળસંભાળ ગૃહોની સજાવટ કરી બાળ દિનની ઉજવણી કરવામાં આવેલ હતું.
જેમાં સરકારી ચિલ્ડ્રન હોમ અમરેલી ખાતે જીલ્લા રમત ગમત અધિકારીની અઘ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવેલ જેમાં બાળકોને કેરમ, ચેસ, ક્રિકેટ જેવી સ્પર્ધા કરી બાળદિનની ઉજવણી કરવામાં આવેલ હતી.
મહીલા વિકાસ મંડળ અમરેલી બાળ સંભાળ ગૃહ ખાતે પ્રોગ્રામ ઓફીસર તેમજ ચાઇલ્ડ લાઇન ઇન્ડીયા મુંબઇના પ્રતિનિધિ ના અઘ્યક્ષતામાં વકતૃત્વ સ્પર્ધા, લીંબુ ચમચી, ખો,ખો ગાયન જેવી સ્પર્ધા અને ઇનામ વિતરણ દ્વારા બાળદિનની ઉજવણી કરવામાં આવેલ હતી.
બાલઘર બાબપુર બાળસંભાળ ગૃહ ખાતે મહીલા શકિત કેન્દ્રના મહીલા કલ્યાણ અધિકારીના અઘ્યક્ષતામાં લીંબુ ચમચી, સંગીત ખુરશી, નિબંધ સ્પર્ધા દ્વારા બાળદિનની ઉજવણી કરવામાં આવેલ હતું. શિવબાલાશ્રમ ચલાલા બાળ સંભાળ ગૃહ ખાતે કબડ્ડી, બુઘ્ધિ કૌશલ્ય ગેમ રમાડી બાલદિનને ઉજવણી કરવામાં આવેલ હતું.