International Anti-Corruption Day 2024: દર વર્ષે 9 ડિસેમ્બરને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ તેનો હેતુ ભ્રષ્ટાચાર સામે જાગૃતિ ફેલાવવાનો છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વે અનુસાર, એશિયામાં 74% લોકો માને છે કે સરકારી ભ્રષ્ટાચાર તેમના દેશોમાં સૌથી મોટી સમસ્યા છે.
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના સર્વેમાં 17 દેશોના 20,000 ઉત્તરદાતાઓનો સમાવેશ થાય છે. છેલ્લા 12 મહિનામાં જાહેર સેવાઓનો ઉપયોગ કરતી વખતે પાંચમાંથી એક વ્યક્તિએ (19 ટકા) લાંચ આપી હતી. કોઈપણ દેશના વિકાસ અને સંસાધનોના યોગ્ય વિતરણમાં ભ્રષ્ટાચાર એક મોટો અવરોધ છે. તેથી, કોઈપણ દેશના સર્વાંગી વિકાસ અને સંસાધનોના વધુ સારા ઉપયોગ માટે ભ્રષ્ટાચારને નાબૂદ કરવો ખૂબ જ જરૂરી છે.
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કર્યા પછી 31 ઓક્ટોબર, 2003ના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ વર્તમાન સમયમાં વિશ્વનો કોઈ દેશ કે પ્રદેશ ભ્રષ્ટાચારથી અસ્પૃશ્ય નથી, ભ્રષ્ટાચારનું સ્વરૂપ રાજકીય, સામાજિક અને આર્થિક હોઈ શકે છે. આ દિવસનું આયોજન યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ દ્વારા કરવામાં આવે છે. તેમજ આ દિવસે અનેક પરિષદો, અભિયાનો વગેરે શરૂ કરવામાં આવે છે, જેના દ્વારા ભ્રષ્ટાચાર અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવે છે.
ભ્રષ્ટાચાર વિરોધી દિવસનો ઇતિહાસ
31 ઑક્ટોબર 2003ના મહાસભાએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલનને અપનાવ્યો અને રિક્વેસ્ટ કરી કે મહાસચિવ ડ્રગ્સ અને અપરાધ સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયને રાજ્યોની પાર્ટીઓના સંમેલનના કન્વેન્શન માટે સચિવાલય તરીકે નામાંકિત કરે. તેમજ ભ્રષ્ટાચાર વિશે જાગૃતતા વધારવા અને આનો સામનો કપવા માટે તેમજ આને અટકાવવા માટે કન્વેન્શનની ભૂમિકા માટે વિધાનસભામાં 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે નામાંકિત કર્યો હતો. કન્વેન્શન ડિસેમ્બર 2005માં લાગુ થયું હતું.
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનું મહત્વ
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનું મહત્વ વિશ્વ સ્તરે કદાચાર વિશે લોકોને જાગૃત કરવાનો અને એ જણાવવાનો છે કે લોકો આનાથી કેવી રીતે બચી શકે. તેમજ આ દિવસ પણ ભ્રષ્ટાચાર વિરોધી સમૂહોમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભ્રષ્ટાચાર અનેક રીતે દેશના આર્થિક વિકાસને પ્રભાવિત કરે છે.
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની થીમ
આ અભિયાન ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે, અધિકારીઓને ગેરકાયદેસર રીતે ધન લેતા અટકાવવા માટે ચલાવવામાં આવ્યો હતો. તેમજ આની થીમ, “તમારો અધિકાર, તમારી ભૂમિકા: ભ્રષ્ટાચારને પાડો ના.” નક્કી કરવામાં આવી હતી.
ભ્રષ્ટાચાર શું છે?
સામાન્ય શબ્દોમાં કહીએ તો કાયદેસર કે ગેરકાયદેસર કામ કરવા માટે આપવામાં આવતો અયોગ્ય લાભ ભ્રષ્ટાચાર કહેવાય છે. આ ઉપરાંત સામાન્ય શબ્દોમાં કહી શકાય કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈની પાસેથી કામ કઢાવવા માટે સરકારી કે ખાનગી સંસ્થામાં જાય છે તો વધારે પૈસા આપે છે તેને ભ્રષ્ટાચાર કહેવાય છે.