સેન્ટ્રલ જીએસટીના 2 થી વધુ સુપરિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરોની પણ બદલી કરાઈ

રાજકોટ આવકવેરા વિભાગમાંથી ભરત બુધદેવ, પ્રિતેશકુમાર દવે, દુષ્યંત જોશી, હનુમાન મીના, હિરેન કલ્યાણી,સંજય ખુશલાણી, અમિત વ્યાસ, બીનુકુમાર, દેવોભ્રત ઝા, રાજકુમાર ગુપ્તા ,રાકેશ કુમાર મીના, વી.એલ રાયઠઠા, સુશીલ મહાજન અને મયુર ચાવડા અધિકારીઓના ઓર્ડર

આવકવેરા વિભાગ માં આંતરિક બદલીનો દોર શરૂ થયો છે. ઇન્કમટેક્સ ઓફિસરો ને બદલવામાં આવ્યા છે આ અંગેનું જાહેરનામું બે થી ત્રણ દિવસ પૂર્વે જ આવી ગયું હતું પરંતુ અધિકારીઓને હજુ સુધી રિલીઝ કરવામાં આવ્યા નહોતા. હજુ પણ વધુ આવકવેરા વિભાગના અધિકારીઓની બદલી ચાલુ રહે તેવી શક્યતા સેવાઈ રહી છે. ગુજરાત આવકવેરા વિભાગમાં ઇન્કમટેક્સ અધિકારીઓની બદલીનો ધાણવો કરવામાં આવ્યો છે.એટલુંજ નહીં જે અધિકારીઓના પ્રમોશન અટવાયા હતા તેઓને પ્રમોટ કરી બદલી કરવામાં આવી છે. હાલ જે માહિતી સામે આવી તેમાં સમગ્ર ગુજરાત માંથી  આવકવેરા વિભાગ માંથી 211 જેટલા અધિકારીઓની બદલીના ઓર્ડરો આવ્યા છે જેમાંથી રાજકોટ ઇન્કમટેક્સ વિભાગમાં 60 જેટલા અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી બદલીમાં ટ્રેન્ડ જોવા મળે છે કે નાણાકીય વર્ષ શરૂ થાય તો અધિકારીઓની બદલી કરવામાં આવે ત્યારે હવે બદલીની સાથે જે અધિકારીઓને બઢતી એટલે કે પ્રમોશન આપવાના બાકી છે તેઓને પણ પ્રમોટ કરાશે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ જે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા હતા તેઓને યોગ્ય પોસ્ટિંગ અપાયું ન હતું પરંતુ લાંબો સમય વીતી ગયા પછી આવકવેરા વિભાગ ના અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે ને આગામી દિવસોમાં હજુ પણ આ દોર યથાવત રહેશે તો નવાઈ નહીં. ગુજરાતમાં 200 થી વધુ અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડરો રિલીઝ કરવામાં આવ્યા છે.

રાજકોટ રેન્જની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમય ફરજ જે અધિકારીઓએ એક જ સ્થળે બજાવી હતી તેઓને પણ બદલી નાખવામાં આવ્યા છે.રાજકોટના ચીફ કમિશનર બનવારીલાલ મીણા હાલ અમદાવાદ ચીફ કમિશનર 1નો  એડિશનલ ચાર્જ સંભાળી રહ્યા છે. તેઓ 31 જુલાઈએ રિટાયર થઈ રહ્યા છે. બીજી તરફ આવકવેરા વિભાગને જે ટાર્ગેટ આપવામાં આવેલો હતો તે ટાર્ગેટ પરિપૂર્ણ થઈ ગયો છે અને રાજકોટ રેન્જની સમગ્ર રાજ્યમાં મહત્વતા પણ કલેક્શનની દ્રષ્ટિએ વધી છે.

સેન્ટ્રલ જીએસટીના 4 સુપ્રીટેન્ડેન્ટ અધિકારીઓની બદલી કરાઈ

આવકવેરા વિભાગ બાદ સેન્ટ્રલ જીએસટીમાં પણ બદલી જોવા મળી છે જેમાં રાજકોટ રેન્જના ચાર સુપ્રીટેન્ડેન્ટ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે ત્યારે હવે સ્ટેટ જીએસટીમાં પણ બદલી નો દોર શરૂ થાય તેવી પૂર્ણ શક્યતા જોવા મળે છે અને આ બદલી આગામી એક સપ્તાહ અંદર જ થાય તેવુ અનુમાન લગાવવામાં આવ્યું છે. સ્ટેટ જીએસટીમાં પણ છેલ્લા લાંબા સમય સુધી સ્ટેટ ઓફિસરોની બદલી થયેલી નથી. ત્યારે આ બદલી પણ આવનારા સમયમાં થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.