મોરબી જીલ્લા પોલિસ વડા દ્વારા પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પીએસઆઈ ની બદલી કરી તાત્કાલિક ચાર્જ સંભાળવા આદેશ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા પાંચ પીએસઆઈની આંતિરક બદલી કરવામાં આવી છે જેમાં માળિયા પોલીસ મથકના પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એન.બી.ડાભીને પોલીસની મહત્વની શાખા એવી એલસીબી બ્રાંચમાં મુકવામાં આવ્યા છે તો મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એન.એ.ચુડાસમાને માળિયા પોલીસ મથકમાં મુકાયા છે અને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં (એટેચ-એમ.ઓ.બી.)માં ફરજ બજાવતા કે.એચ.રાવલને વાંકાનેર તાલુકા પોલીસમાં, મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા એન.એ.શુક્લને એમ.ઓ.બી મોરબી તથા વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એલ.એન.વાઢીયાને મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં મુકાયા છે.
Trending
- મહાકુંભ 2025માં કેટલા કરોડનો ખર્ચ થશે જાણો…
- માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં, તમારો ચહેરો પણ ચમકશે… ફક્ત આ જ્યૂસને આહારમાં સામેલ કરો
- 2025ના ગેમિંગ અને શાળા માટેના શ્રેષ્ઠ લેપટોપ…
- સુરત: વઘઈના ‘સાકરપાતળ જુથ પાણી પુરવઠા યોજના’ની સમિક્ષા હાથ ધરતા મંત્રી કુંવરજી બાવળીયા
- રાજકીય સન્માન સાથે કાલે કરાશે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર
- સુરત: મંત્રી કુંવરજી બાવળીયાએ વાંસદા ખાતે જૂજ ડેમની મુલાકાત લીધી
- મહેસાણા: આંબલિયાસણમાં ચાઇનીઝ દોરીના કારણે યુવાનનું ગળું કપાયું
- નર્મદા: પ્રાદેશિક સરસ મેળા થકી એકતાનગરના આંગણે એકતા અને કલાનો અજોડ સંગમ થશે