ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઈ એલએલ ચાવડા ની આજીડેમ, રીડર શાખાના બી.પી. રજિયાને પ્ર.નગર અને મહિલાના ભાર્ગવ જનકાતની ટ્રાફિકમાં નિમણૂક
એ ડિવિઝન, બી ડિવિઝન ,ભક્તિનગર ,થોરાળા અને એસઓજીના પીઆઇ યથાવત
રાજકોટ શહેરમાં લાંબા સમયથી બદલીની ચર્ચાઓ વચ્ચે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઇ ની બદલીનો ગંજીપો ચીપિયો છે જેમાં 10 થી વધુ પીઆઇ અને 8 ફોજદારની આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે જેમાં ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ ચાવડાને આજીડેમ પોલીસ મથકમાં અને નિદર્શ શાખાના બીપી રજિયાને બહાર કાઢી પોલીસ મથકનો હવાલો સોંપવામાં આવ્યા છે જ્યારે એ ડિવિઝન ,બી ડિવિઝન ,ભક્તિનગર અને થોરાળા પોલીસ મથકના પીઆઇ ને યથાવત રાખવામાં આવ્યા છે.
વધુ વિગત મુજબ રાજ્યમા આઇ .પી.એસ. નાં બદલીના ભણકારા વચ્ચે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મુળી રાત્રે પીઆઇ પીએસઆઇ ની આંતરિક બદલીના હુકમો કરતા પોલીસ બેડામાં પહોંચી જવા પામ્યો છે. જેમાં તાજેતરમાં જ ભાજપ અગ્રણી ના પુત્ર સાથે થયેલી માથાકૂટના મામલે ગાંધીગ્રામના પીઆઈ રાણે ને લીવ રિઝર્વ માં મૂક્યાના ગણતરીના દિવસોમાં શહેરમાં મોટા પાયે પીઆઇની બદલીના હુકમો કર્યા છે.
જેમાં ક્રાઈમ બ્રાન્ચની મહત્વની જગ્યાએ ફરજ બજાવતા એલ.એલ ચાવડાને આજીડેમ પોલીસ મથકમાં, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાને માલવીયા નગર પોલીસ મથક, તાલુકા પોલીસ મથકના એન આર ગોંડલીયાને પ્ર.નગર પોલીસ મથક ખાતે અને પ્ર, નગર પોલીસ મથકના એમ.જી .વસાવાને ગાંધીગ્રામ પોલીસ મથક, મહિલા પોલીસ મથકના ભાર્ગવ જનકાતને ટ્રાફિક બ્રાન્ચમાં જ્યારે માલવયા નગર પોલીસ મથકના ઇલાબેન સાવલિયા અને આજીડેમ પોલીસ મથકના કે .જે.કરપડાને બદલવામાં આવ્યા છે.
આ ઉપરાંત એ ડિવિઝન ,બી ડિવિઝન, ભક્તિનગર , થોરાળા પોલીસ મથકના , ક્રાઈમ બ્રાન્ચના બે અને એસઓજીના પીઆઇને યથાવત રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત પીએસઆઇ ની પણ બદલીના હુકમો ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે