મોદી સરકારે વચગાળાના બજેટમાં પહેલીવાર રક્ષા ક્ષેત્રે સૌથી વધુ રૂ. 3 લાખ કરોડની ફાળવણી કરી છે. જ્યારે રેલવેના વિકાસ કાર્યો માટે રૂ. 1.58 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગયા બજેટમાં આ રકમ 1.48 લાખ કરોડ હતી. રેલવેના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આમ, સરકારે આ વર્ષે કુલ રૂ. 27.84 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે.
નાણાપ્રધાન ગોયલે બજેટ ભાષણમાં કહ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ઓઆરઓપી માટે રૂ. 35 હજાર કરોડ આપવામાં આવ્યા છે. 2019-2020માં રેલવે વિકાસ કાર્યો માટે 1.58 લાખ કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. ગયા વર્ષે આ રકમ 1.48 લાખ કરોડ હતી.
ગોયલે કહ્યું, ગયું વર્શ રેલવે માટે ખૂબ સુરક્ષીત રહ્યું હતું. બ્રોડગેજ નેટવર્ક પર દરેક માનવરહિત કોસિંગ ખતમ કરી દેવામાં આવ્યા છે. દેશમાં વિકસીત થયેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ લોકોને વિશ્વ સ્તરની સફરનો અહેસાસ કરાવશે. મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ પહેલીવાર રેલવેના નક્શા પર આવ્યા છે. આ પહેલાં રેલ રાજ્યંમત્રી મનોજ સિન્હાએ કહ્યું કે, સરકારે રેલવેમાં સીસીટીવી અને વાઈફાઈ જેવા ઈન્વેસ્ટમેન્ટ કર્યા છે. ધીરે ધીરે રેલવેમાં આવી સુવિધાઓને વધારવામાં આવશે.