વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના તમામ વર્ગો માટે રાહતરૂપ વિકાસલક્ષી આયોજનો સાથે અંતરિમ બજેટ દ્વારા નૂતન ભારતના નિર્માણ માટે આગેકૂચ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને આજે સંસદમાં રજૂ કરેલાં વચગાળાના અંતરિમ બજેટને પ્રજાલક્ષી દૂરંદેશીભર્યા બજેટ તરીકે ગણાવીને સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ વચગાળાનું પ્રજા ના તમામ વર્ગો ને માટે કલ્યાણકારી અને દેશના ભવિષ્યને મજબુત કરનારું બજેટ છે અને વિકસિત ભારત ના સંકલ્પ અને દીર્ઘદ્રષ્ટિભર્યા આયોજનો સાથે નું બજેટ છે. આ વચગાળાના બજેટમાં જ સબકા સાથ સબકા વિકાસ અને મોદી સરકારે તે જ રીતે તમામ વર્ગના લોકોનો વિકાસ થાય તેવા કાર્યો કર્યા છે તેની છાંટ જોવા મળી છે. આ બજેટમાં વિકાસની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે તેમ જણાવી રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને કોરોનાકાળ પછી ના કપરા કાળ માં દેશ ને પ્રજાલક્ષી ગરીબલક્ષી આયોજનો ધરાવતા વચગાળાના આ બજેટ માટે અભિનંદન આપ્યા છે.
આજે ભારત વિશ્વ શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. દેશ ના ઉજ્જવળ ભવિષ્ય માટે અને પ્રજા ના સર્વાંગીણ વિકાસ અને કલ્યાણ માટે ઘણી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને યુવાનો માટે રોજગારલક્ષી અનેક પગલાં પણ લેવામાં આવ્યા છે. ગામડાંઓમાં આવાસ, પાણી, રાંધણગેસથી લઈને દરેકના બેંક ખાતા ખોલવા સુધીના કામ થયા છે અને ખૂબજ ઝડપથી થયા છે. તેમણે ખાસ એ બાબત પર ભાર મૂક્યો હતો કે જે રીતે દેશ આર્થિક સુધારા સાથે આગળ વધી રહ્યો છે, તે જોતાં એ કહેવું અતિશયોક્તિ નથી કે 2047 સુધીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિભર્યા આયોજનો અને યોજનાઓ દ્વારા કેન્દ્ર સરકાર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી નિર્મલા સિતારામને રજૂ કરેલા વચગાળાના કેન્દ્રીય બજેટને રાજુભાઇ ધ્રુવે દેશ ને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જનારું બજેટ ગણાવી આ બજેટ ને ગરીબ, મહિલાઓ અને યુવાઓ સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે. ધ્રુવે જણાવ્યું છે કે, નાણામંત્રી દ્વારા દેશના કરોડો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધારો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ સૌને આવાસની ઇચ્છાશકિતને સાકાર કરશે.