સામાજીક સમરસતા માટે આંતરધર્મીય અને આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા સુપ્રીમકોર્ટ ની ભલામણ: પરંતુ યુવતીની સુરક્ષા પર ભાર મુકયો
સમાજમાં સમરસતા અને ઐકયતાની ભાવના ઉભી થાય એ માટે આંતરજ્ઞાતીય લગ્નને આવશ્યક છે. તેમ સુપ્રિમ કોર્ટે એવા મહત્વાના કેસની સુનાવણીમાં જણાવ્યું છે સુપ્રીમે વધુમાં જણાવ્યું હતું કે આતરજ્ઞાતિય અને આંતર ધાર્મિકલગ્નોના વિરોધમાં નથી પરંતુ આવા સંબંધોથી જ સમાજવાદને પ્રોત્સાહન મળે છે. જો કે કોર્ટે એવી પણ ટકોર કરી છે કે આવા લગ્ન કરવા વાળાઓને વિશ્વાસુપતિ અને સાચો પ્રેમી બનીને રહેવું જોઇએ અને નિષ્ઠા અને પ્રમાણિકતા બતાવી જોઇએ.
છત્તીગઢના આંતર ધાર્મિક લગ્નથી જોડાયેલા કેસમાં યુવતિના પિતાએ કરેલી અરજીની સુનાવણી દરમિયાન જસ્ટીસ અરુપ મિશ્રા અને ન્યાયમૂતિ એમ.આર. શાહ કહ્યું કે અમે બે અલગ અલગ ધર્મ માનવા વાળાથી અલગ નથી. હિન્દુ-મુસ્લિમ લગ્ન પણ સ્વીકાર્ય છે. જો આ લગ્ન કાયદાકીય રીતે માન્ય હોય તો કોઇને પણ તકલીફ હોવી ન જોઇએ અને કહેવાતી ઉંચી જ્ઞાતિ અને નીચી જ્ઞાતિના લોકોને પણ લગ્ન કરવા જોઇએ
સુપ્રિમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે લીવ ઇન રિલેશનને અદાલત માન્યતા આપી ચુકી છે. અમે માત્રને માત્ર યુવક અને યુવતીના ભવિષ્યની ચિંતા કરવાની હોય છે. છત્તીસગઢના એક મુસ્લીમ યુવકે હિન્દુ ધર્મ અપનાવીને લગ્ન કર્યા હતા. હાઇકોર્ટે આ યુગલને સાથે રહેવાની અનુમતિ આપી હતી. ત્યારબાદ યુવતિના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું હતું કે આ લગ્ન ખોટા છે અમેએક કાવતરના ભાગ છે યુવતિના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે યુવકે હિન્દુ ધર્મ અપનાવીને લગ્ન કરી લીધા બાદ ફરીથી તે મુસ્લીમ બનવી ગયો હતો.
સુપ્રીમ કોર્ટે ગઇકાલે આંતર જ્ઞાતિય લગ્નના મામલામાં યુવતિના પિતાએ કરેલી અરજીનો ગ્રાહય રાખી સુનાવણી હાથ ધરવાનું નકકી કર્યુ હતું. પિતાએ પુત્રીના આંતર ધાર્મિક લગ્નને પડકારતી અરજીમાં યુવકે માત્ર લગ્ન માટે હિન્દુધર્મ અંગીકાર કર્યા બાદ લગ્ન કર્યા બાદ ફરીથી મુસ્લિમ બની ગયો હોવાનું જણાવ્યું હતું. આ કેસની સુનાવણીમાં ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને એમ.આર શાહે કહ્યું હતું કે આંતરધર્મીય કે આંતરજ્ઞાતિય લગ્નમાં કંઇ ખોટું નથી. પરંતુ યુવતિ સલામત હોવી જોઇએ આવા લગ્નમાં યુવતિને કોઇપણ પ્રકારની હાડમારી ન થવી જોઇએ આવા કિસ્સામાં યુવકે એક સારા પતિ અને પ્રેમી થઇને રહેવું જોઇએ. ગયા વર્ષે ફેબ્રુઆરી મહીનામાં છત્તીસગઢના મુસ્લિમ યુવાને હિન્દુ ધર્મ અંગીકાર કરીને હિન્દુ યુવતિ સાથે લગ્ન કર્યા હતા. યુવતિના પિતાએ ગયા વર્ષે એેપેક્ષ કોર્ટમાં અરજી કરી હતી. કે યુવતિ તેના માવતરને ત્યાં પુન: જવા માંગે અને કોર્ટે હુકમ પણ કયો હતો પરંતુ યુવકની ફરીયાદને પગલે પોલીસે યુવતિની અટકાયત કરીને તેણીને સખી કેન્દ્રમાં મોકલી દીધી હતી.
યુવતિએ હાઇકોર્ટ સમક્ષ આપેલા નિવેદનમાં પોતે પતિ સાથે રહેવાની તરફેણ કરી હતી ત્યાર પછી પિતાએ સુપ્રિમ કોર્ટના દરવાજે ખટખટાવ્યા હતા.
વરિષ્ઠ ધારાશાસ્ત્રી મુકુલ રોહંતગી પક્ષકારો પતિ ઉ૫સ્થિત રહ્યા હતા અને લગ્ન પછી યુવકે ફરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો હોવાનું જણાવીને આંતરધાર્મિક લગ્નના રેકેટનો ભોગ ગણીને આવા લગ્નમાં નિર્ણાયક ચુકાદો આપવાની માંગ કરી હતી. અલબત કોર્ટે એ વાતની નોંધ લીધી હતી કે આંતરધાર્મિક અને આંતર જ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવું જોઇએ. આવા લગ્નો સામાજીક સમસરતા માટે આદર્શ છે પરંતુ સાથે સાથે યુવતિની સલામતીની ખેવના પણ કરવી જોઇએ.
અમે આવા લગ્નના વિરોધ કરતા નથી આવા લગ્નને પ્રોત્સાહન મળવું જોએ પરંતુ આ માટે આવા યુગલો ના સલામત ભવિષ્યની વ્યવસ્થા કરવી જોઇએ અને ખાસ કરીને યુવતિની રક્ષણની વ્યવસ્થા કરવી જોઇએ. યુવતિ પક્ષે ઉ૫સ્થિત ધારાશાસ્ત્રી ગોપાલ શંકર નારાયણે કોર્ટને જણાવ્યું હતું કે યુવતિને સુરક્ષાની કોઇ જરુર નથી તે પોતાના પતિ જોડે રહેવા રાજી છે. અદાલતે યુવકને પ્રતિવાદી ના આક્ષેપ સામે પોતાનો પત્નિની સુરક્ષાની જવાબદારી ઉપાડવા ટકોર કરી હતી. યુવતિના પિતાએ આક્ષેપ કર્યો હતો કે પોતાની પુત્રીનું માનસીક સ્વાસ્થ્ય સારુ ન હોઇ તેને લાંબી સારવારની જરુરીયાત છે. તે માનસીક ડિપ્રશન અને આત્મધાતી મનોવ્યથામાં સપડાયેલી છે. કોર્ટે યુવતિના પતિની પત્નીની સુરક્ષા ની બાંહેધરી આપવાનું જણાવ્યું હતું. અદાલતે છતીસગઢના આંતરધાર્મિક લગ્નના મામલામાં પતિને પોતાની જવાબદારી અને સારા પ્રેમી બનવાની હિમાયત કરી સામાજીક સમરસતા માટે પ્રોત્સાહન આપવાનું જણાવ્યું હતું.