“કોઇના હોઠ પર એક સ્મિત લાવી શકો છો ? તો તમે સહુથી વધુ પુણ્યશાળી છો હાસ્યની ગરિમાને એના ચરમસીમાએ મુક્યું આ વાક્ આમ તો દરેક હાસ્ય કલાકારનો જીવનમંત્ર હોય જ, પણ સ્થુળ હાસ્ની વચ્ચે રહેલા સૂક્ષ્મ હાસ્ય દ્વારા એક બને નહિં… એક સાથે હજારો લોકોના ચહેરાને હસતા કરી દેનાર, પોતાનો સાડા ચાર ફુટની ચાર ફૂટની કાયા, હિટલર કટ મૂછો, ઉપપટાંગ પહેરવેશ અને ચહેરાને અવનવા ભાવ સાથે તમે કલ્પી ન કશો એવી પરિસ્થિતિમાં પણ તમને હસાવી દે એવા હાસ્યના સમ્રાટ એટલે ચાર્લી ચેપ્લીન. હાલના મીસ્ટર બીનની સિરિયલ જોઇને મંત્રમુગ્ધ થઇ જતા ટીવીના દર્શકોને કદાચ ખ્યલા પણ નહીં હોય કે આ પ્રકારની હોલીવુડના સિરિયલનો જનક ચાર્લી ચેપ્લીની હતા.
સૌથી પહેલા તો હાસ્ય જગતના મહાનાયક ચાર્લીને ‘હેપ્પી બર્થ ડે’….સંઘર્ષ માનવીને ધણુ શિખવાડી જાય છે. લોકોની એક મુસ્કાન જીવ ન્યોછાવર કરી દેનારા ચાર્લીનું જીવન પણ સંઘર્ષોથી ભરપૂર રહ્યું છે. બાળપણમાં ગરીબીનો ભોગ બનેલો નાનો એવો બાળક આજીવીકા ચલાવવા માટે રસ્તા પર ગિટાર વાદન કરી ૨ પૈસા કમાવે, તેની કરુણતા અને સતત સંઘર્ષથી આગળ આવીને વિશ્ર્વઆખાને પોતાના સ્વરુપમાં અદ્ભૂત કલાકારની ભેટ આપી. લોકોના દુ:ખ થાકને હાસ્યમાં પરિવર્તીત કરનાર ચાર્લીનુ બાળપણ અને ત્યાર બાદ લગ્ન જીવન પણ સુખી રહ્યું ન હતું, ચાર વખત લગ્ન કર્યા બાદ પણ તેને આઇડિયલ બિલવેડની આશા પૂર્ણ થઇ શકી ન હતી. આજે હું તમને હાસ્યના મહાન લીજેન્ડ ચાર્લી ચેપ્લીન વિશેની રસપ્રદ વાતો જણાવીશ, ૨૦મી સદીમાં ચાલી સૌથી જાણીતા કલાકાર બની ચુક્યા હતા, જેની મૃત્યુબાદ આજે પણ લોકો તેને યાદ કરે છે.
– ચાર્લીી એવા પહેલા અભિનેતા હતા જે ટાઇમ્સની મેગેઝીનમા દેખાયા હતા, તેણે ૪ વખત લગ્ન કર્યા હતાં.
– બેસ્ટ મ્યુઝીક કેટેગરીમાં તેની ફિલ્મ ‘લાઇમલાઇટ’ને ઓસ્કારથી નવાઝવામાં આવ્યું હતું.
– તેની પોતાની દિકરી ગેરાલ્ડાઇન ચેપ્લીને તેની ફિલ્મ ‘ચેપ્લીન’ માં માતાની ભૂમિકા ભજવી હતી.
– મૃત્યુબાદ ચાર્લીના મૃતદેહની ચોરી કરી લેવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,