અમૃત ઘાયલ એસી કોમ્યુનિટી હોલના બે યુનિટના સંચાલન માટે સૌથી વધુ ૧૬ અરજીઓ આવી
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત અલગ અલગ કોમ્યુનિટી હોલનું સંચાલન ખાનગી સંસઓને સોંપવા તાજેતરમાં ઓફર મંગાવવામાં આવી હતી. અલગ અલગ ૮ કોમ્યુનિટી હોલનું સંચાલન સંભાળવા માટે ૨૧ કંપનીઓએ રસ દાખવ્યો છે. સૌથી વધુ અમૃત ઘાયલ એસી કોમ્યુનિટી હોલનું સંચાલન સંભાળવા માટે ૧૬ જેટલી અરજીઓ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ કવી શ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલના યુનિટ નં.-૧નું સંચાલન સંભાળવા માટે સમાજ સેવા કેન્દ્ર, શ્રીહરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, અર્પણ ફાઉન્ડેશન, અખિલ ભારતીય સેના, સ્વ.ચાંદની પંડ્યા મેમોરીયલ ટ્રસ્ટ, શ્રી જડેશ્ર્વર ચેરીટેબલ એન્ડ માનવ કલ્યાણ ટ્રસ્ટ, શ્રી અતિત સાર્વજનિક એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે રસ દાખવ્યો છે. આ ૮ સંસ્થાઓએ યુનિટ નં.૨ માટે પણ સંચાલન સંભાળવાની તૈયારી દર્શાવી છે. જ્યારે ધરમનગર આવાસ યોજના પાસે આવેલ નાનજીભાઈ ચૌહાણ કોમ્યુનિટી હોલનું સંચાલન સંભાળવા સમાજ સેવા કેન્દ્ર, શ્રી હરી એજ્યુકેશન એન્ડ ચરીટેબલ ટ્રસ્ટ એન્ડ સ્વ.ચાદની પંડ્યા મેમોરીયલ ટ્રસ્ટ, નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલનું સંચાલન સંભાળનાર સમાજ સેવા કેન્દ્ર અને સ્વ.ચાંદની પંડ્યા મેમોરીયલ ટ્રસ્ટ, જિલ્લા ગાર્ડનમાં આવેલા ડો.આંબેડકર કોમ્યુનિટી હોલનું સંચાલન સંભાળવા નમો: બુદ્ધાય ફાઉન્ડેશન, ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે આવેલા અવંતિભાઈ લોધી કોમ્યુનિટી હોલનું સંચાલન સંભાળવા શ્રી લોધા ક્ષત્રિય સમસ્ત જ્ઞાતિ અને ભારતીય સમાજ સેવા ટ્રસ્ટ, સંતકબીર રોડ પર મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું સંચાલન સંભાળવા અર્પણ ફાઉન્ડેશન, મોમાઈ એજયુકેશન એન્ડ ચેરીટેબલ સોસાયટી તા અખીલ ભારતીય સેના, કોઠારીયા રોડ પર કાંતિભાઈ વૈદ્ય કોમ્યુનિટી હોલનું સંચાલન સંભાળવા અખીલ ભારતીય સેના તા મોરબી રોડ પર નવનિર્મિત કોમ્યુનિટી હોલનું સંચાલન સંભાળવા શ્રી અતિત સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અરજી કરવામાં આવી છે. સંચાલન સંભાળનાર સંસ્થાને મહાપાલિકા દ્વારા મેન્ટેનન્સ પેટે રૂા.૧૦,૦૦૦ની માસીક ગ્રાન્ટ ચૂકવવામાં આવશે.