રાજ્ય સરકાર દ્રારા વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના 31મી માર્ચ સુધી લંબાવાઈ છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરા સમાધાન 2022 અમલમાં મૂકી 06 ઓક્ટોબરથી 31/12/2022 સુધી વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના આપવામાં આવે છે.
ઉક્ત મુદત પૂરી થયા બાદ રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરા દ્વારા સમાધાન યોજના-2022ની મુદત વિશેષ 3 માસ એટલે કે તા.01/01/2023 થી તા.31/03/2023 સુધી લંબાવવાનું ઠરાવવામાં આવેલ છે. રાજ્ય સરકારના આ નિર્ણયના અનુસંધાને રાજકોટ શહેરના વેપારીઓએ વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના લાભ લેવા અપીલ કરવામાં આવેલ છે.