છેલ્લા એક વર્ષથી વ્યાજ દરો રેકોર્ડ સ્તરે છે. વધતી જતી મોંઘવારીમાં રાહત આપવા માટે રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો છે.
તેની અસર બેંકો દ્વારા આપવામાં આવતી લોનના વ્યાજ દરો પર સ્પષ્ટપણે જોવા મળી હતી. વધુ રોકાણકારોને આકર્ષવા માટે બેંકોએ એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વ્યાજ દરો અત્યારે યથાવત રહેશે અને સમય જ દેખાડશે કે તે કેટલો સમય સુધી ઉંચા સ્તર રહેશે.
ફૂગાવાને કાબૂમાં રાખવા માટે રિઝર્વ બેંકે ચાલુ વર્ષમાં ફેબુ્રઆરીથી પોલિસી રેટમાં વધારો કર્યો નથી
વર્તમાન ભૌગોલિક-રાજકીય કટોકટીને ધ્યાનમાં રાખીને વિશ્વભરની મુખ્ય સેન્ટ્રલ બેંકોએ વધતા ફુગાવાના દરને પહોંચી વળવા મુખ્ય નીતિ દરોમાં વધારો કર્યો છે.
જોકે, મોંધવારીને કાબૂમાં રાખવા માટે રિઝર્વ બેંકે આ વર્ષે ફેબ્રુઆરીથી રેપો રેટમાં વધારો કર્યો નથી.
રેપો રેટ 6.5 ટકા પર યથાવત છે.
અગાઉ, ગયા વર્ષે મેથી રેપો રેટમાં કુલ છ વખત 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ 2023’માં એક પ્રશ્નના જવાબમાં ગવર્નરે કહ્યું, વ્યાજ દરો અત્યારે ઊંચા રહેશે, કેટલા સમય માટે એ તો સમય જ કહેશે. આરબીઆઈના ગવર્નરે કહ્યું કે આના કારણે જુલાઈમાં 7.44 ટકાના સર્વોચ્ચ સ્તરથી મોંઘવારી દરમાં ઘટાડો સરળતાથી ચાલુ રહ્યો. દાસે કહ્યું કે નાણાકીય નીતિ હંમેશા પડકારજનક હોય છે અને તેમાં આત્મસંતોષ રાખવાનું કોઈ કારણ નથી.
નાણાકીય નીતિની અસર ડિજિટલ પેમેન્ટ દ્વારા ઝડપથી અને અસરકારક રીતે દેખાઈ રહી છે. નાણાકીય નીતિ હંમેશા પડકારજનક રહે છે અને આત્મસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી. ગવર્નરે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર હવે ત્રણ પડકારોનો સામનો કરે છે. જેમાં ફુગાવો, ધીમી વૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા માટેના જોખમોનો સમાવેશ થાય છે.
સ્થાનિક નાણાકીય ક્ષેત્રના સંદર્ભમાં, તેમણે કહ્યું કે ભારતીય બેંકો તણાવની પરિસ્થિતિઓમાં પણ લઘુત્તમ મૂડીની જરૂરિયાતો જાળવી શકશે. દાસે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક વૃદ્ધિનું નવું એન્જિન બનવા માટે તૈયાર છે અને માર્ચ 2024માં સમાપ્ત થતા વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાની ધારણા છે.