- રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામ જાહેર
- રેપો રેટ 6.5 પર સ્થિર રાખવામાં આવ્યો
સરકારે રાજકોશીય ખાધ ઉપર નિયંત્રણ રાખતા સતત છઠ્ઠી વખત વ્યાજદર યથાવત રહ્યો છે. બજેટમાં જ સરકારે આ મુદ્દે સંકેતો આપી દીધા હતા. વધુમાં હજુ આગામી સમયમાં પણ વ્યાજદરો વધવાની શકયતા નહિવત હોવાનું પણ જણાઈ રહ્યું છે.
ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામ આવી ગયા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી દીધી છે. સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. પહેલાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રેપો રેટને સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવી શકે છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા વર્ષે 8 ફેબ્રુઆરી, 2023એ રેપો રેટમાં છેલ્લે વધારો કર્યો હતો. ત્યારે આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લે 2023ની 8 ફેબ્રુઆરીએ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. વચગાળાના બજેટ બાદ આરબીઆઇની એમપીસીની આ પ્રથમ બેઠક છે.
તાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં ચાલુ નાણાકીય વર્ષે રાજકોશીય ખાધ જીડીપીના 5.8 ટકા જ્યારે આગામી વર્ષે 5.1 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. આ ઉપરા વર્ષ 2025-26માં રાજકોશીય ખાધ 4.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. આમ રાજકોશીય ખાધ અંકુશમાં રહેવાની છે.
મહત્વપૂર્ણ છે કે આરબીઆઈની નાણાકીય નીતિની આ જાહેરાત યુએસ ફેડરલ રિઝર્વ બેંકે તેના નાણાકીય નીતિના નિર્ણયની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ આવી રહી છે, જેમાં તેણે બેન્ચમાર્ક વ્યાજ દરોને 5.25 ટકા પર યથાવત રાખ્યા છે અને સૂચન કર્યું છે કે દરોમાં ફેરફાર ન કરવો જોઈએ. કે ત્યાં કોઈ ઉતાવળ નથી. બજારે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે યુએસ સેન્ટ્રલ બેંક આ વર્ષે માર્ચથી વ્યાજદરમાં ઘટાડો કરવાનું શરૂ કરી શકે છે.