પગાર કાપ, નોકરી જવાને લીધે નાણા પરત આવવાનું જોખમ વધતા નાણાં ધિરાણ કંપનીઓની વિચારણા
હાલના કોરોના મામલે લોકોના સ્વાસ્થ્યને અસર કરી જ છે. સાથે સાથે અર્થતંત્રને પણ અસર કરી છે. કોરોના કહેર વચ્ચે કેટલાક લોકોના પગારમાં કાપ તથા નોકરી જવાના કારણે ધિરાણ કરતી કંપનીઓને નાણાં પાછા આપવાનું જોખમ વધવાની દહેશત છે. આવા સમયે નાણાં ધિરાણ કરતી કંપનીઓએ
વગર વ્યાજની લોન કે ઝીરો ડાઉન પેમેન્ટથી ચીજ વસ્તુ ખરીદવાની સગવડ આપવાનું ટાળે તેવી શકયતાઓ ઉભી થઈ રહી છે.
ધિરાણ કરતી કંપનીઓ ઝીરો પેમેન્ટ કે નોકોસ્ટ ઈએમઆઈ યોજના બંધ કરે અથવા થોડા સમય માટે ટાળે તેવા સંજોગો છે.
હાલ લોકડાઉનના કારણે વેચાણ ઓછુ છે તેવા સમયે ધિરાણ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવતા રીટેઈલરોને વેચાણમાં માઠી અસ થવાની ચિંતા છે. વ્યાજમાં ઘટાડાને પચાવત ઉત્પાદકો હવે ઓછો નફો ધરાવતી વસ્તુઓ તથા લાંબા ગાળાની નોકોષ્ટ ઈએમઆઈ લોન માટે ઈન્કાર કરી રહ્યા છે તેમ આ બાબત સામે સંડોવાયેલા એક જાણકારે જણાવ્યું હતુ.
નાણાં ધિરાણકરતી નોન બેંકીંગ કંપની બજાજ ફાયનાન્સ સર્વિસ તથા એચડીએફસી ફાઈનાન્સ સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતુ કે કેટલાક ઉત્પાદકો ઈચ્છે છે કે વસ્તુની ખરીદી માટે અમને કેટલાક વધારે ઈએમઆઈ આપવામાં આવે એટલે લોનનો સમયગાળા મુજબ શરૂઆતમાં વધુ નાણાં મળી શકે જો કે નો કોસ્ટ ઈએમઆઈ વધુ નફાવાળી અને કિંમતી વસ્તુઓ પર મળી શકશે અને તેમાં લોનનો સમયગાળો પણ ઘટાડવામાં આવશે હવે ગ્રાહકોએ વાર્ષિક ૧૫ ટકા સુધીનું વ્યાજ પણ ચૂકવવું પડી શકે તેમ છે.